ગોળ ખાવાના છે અનેક ફાયદા, જાણો 

Dec 20, 2022

Haresh Suthar

ભારતીય રસોડાની મીઠાસ એવો ગોળ સાચે જ રાજા જેવા ગુણ ધરાવે છે

ગોળનું સેવન શરીરમાં શક્તિ તો વધારે જ છે સાથોસાથ અનેક હઠીલા રોગોમાં અક્સીર ઇલાજ છે. 

ગોળનું નિયમિત અને યોગ્ય માત્રામાં સેવન કરવાથી કફ, પેટ, બ્લડપ્રેશર, લોહીની ઉણપ સહિત રોગો સામે ઉત્તમ છે

ગોળનું સેવન બે રીતે કરવું યોગ્ય માનવામાં આવ્યું છે. સવારે ગોળને હૂંફાળા પાણી સાથે તેમજ જમ્યા પછી ગોળ ખાવો ઉત્તમ છે. 

રોજ સવારે ખાલી પેટ ગોળ ખાધા પછી નવસેકુ પાણી પીવાથી અનેક લાભ થાય છે. 

શરીરમાં ફોસ્ફરસની કમી થાય એટલે શરદી કફ થાય છે. ગોળમાં ફોસ્ફરસ હોવાથી ગોળનું સેવન કરવાથી જુના કફની સમસ્યા પણ દુર થાય છે

ગોળનું પાણી સાથે સેવન કરવાથી ઉર્જા તો આવે છે સાથોસાથ પેટની પણ યોગ્ય સફાઇ થાય છે. શરીરના ટોક્સીન બહાર નીકળે છે.

ગોળમાં આયર્ન મોટી માત્રામાં હોવાથી લોહીની ઉણપની સમસ્યામાં ગોળ અતિ ઉત્તમ છે. ગોળ ખાવાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે. 

ગોળમાં કેલ્શિયમ ભરપુર માત્રામાં હોવાથી હાડકાના દર્દોમાં પણ અક્સીર છે. ગોળ ખાવાથી હાડકાં મજબૂત બને છે. 

ગોળ ખાવાથી વર્ષો જુની હાઇ બ્લ્ડપ્રેશરની સમસ્યાથી પણ છુટકારો મળે છે. સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે ગોળનું સેવન કરવું આ માટે અતિ ઉત્તમ છે. 

ગોળમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, સુક્રોઝ સહિત અન્ય તત્વો શરીર માટે ઘણા ઉપયોગી છે. 100 ગ્રામ ગોળથી 365 કેલરી મળે છે