Mar 21, 2024

Protein Powder : પ્રોટીન પાવડરનું સેવન કિડનીને અસર કરે? વજન દીઠ દરરોજ આટલું પ્રોટીન લેવું

Shivani Chauhan

ઘણા લોકો વજન ઘટાડવા માટે વિવિધ પ્રકારના પ્રોટીન પાઉડરનું સેવન કરે છે.

પરંતુ વધારે પ્રમાણમાં આ પાઉડરનું સેવન કરવાથી કિડનીનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

પ્રોટીન પાવડર કોના માટે જોખમી સાબિત થઇ શકે? અહીં જાણો એક્સપર્ટ શું કહે છે?

 ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા ન હોઈ એ લોકોને પ્રોટીન પાવડરનું મર્યાદિત સેવન કિડનીને મોટેભાગે નુકશાન પહોંચાડશે નહિ.

Source: canva

બોડીમાં પાણીનું પ્રમાણ બેલેન્સ કરીને પ્રોટીન પાવડરનું સેવન કરવું જોઈએ.

કારણ કે તે શરીરમાંથી કચરો અને ઝેર દૂર કરતી વખતે કિડની પરનો તાણ ઘટાડશે.આ માટે તમે પાણી સાથે પ્રોટીન પાવડરનું સેવન કરી શકો છો.

જે લોકોને પહેલાથી જ કિડનીને લગતી અથવા અન્ય કેટલીક બીમારીઓ છે, તેઓએ પ્રોટીન પાવડરનું સેવન કરતી વખતે થોડા સાવચેત રહેવું જોઈએ.

કેટલા પ્રમાણમાં પ્રોટીન પાઉડરનું સેવન કરવું?

તંદુરસ્ત પુખ્ત વ્યક્તિએ શરીરના વજનના કિલોગ્રામ દીઠ ઓછામાં ઓછું 0.8 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ.

કેટલા પ્રમાણમાં પ્રોટીન પાઉડરનું સેવન કરવું?

મજબૂત સ્નાયુઓ બનાવવા માટે તમારે ઓછામાં ઓછા 12 અઠવાડિયા સુધી શરીરના વજનના કિલોગ્રામ દીઠ લગભગ બે ગ્રામ પ્રોટીનની જરૂર પડશે.

કેટલા પ્રમાણમાં પ્રોટીન પાઉડરનું સેવન કરવું?

તમે આને શરીરના વજનના કિલો દીઠ 1.8 ગ્રામ સુધી નીચે લાવી શકો છો.

Summer Recipe : ઉનાળામાં ગરમીથી બચવા આ રીતે બનાવો વરિયાળીનું શરબત, જાણો

Source: social-media