100 ગ્રામ ડ્રાય કોકમ, 200 ગ્રામ ખાંડ, 1 ચમચી કાળું મીઠું , 1 ચમચી શેકેલું જીરું પાવડર, 1 લિટર ઠંડુ પાણી, ફુદીનાના પાન
સૌ પ્રથમ કોકમને 2 થી 3 કલાક પાણીમાં પલાળી રાખો પછી તેને સારી રીતે મેશ કરો અને તેનો રસ કાઢો.
હવે એક પેનમાં ખાંડ અને થોડું પાણી ઉમેરીને તેની ચાસણી બનાવો.
હવે તેમાં કોકમનો રસ, કાળું મીઠું અને જીરું પાવડર ઉમેરો. તેમાં ઠંડુ પાણી ઉમેરીને શરબત તૈયાર કરો.
હવે તમારું ઠંડુ કોકમ શરબત તૈયાર છે, તેને ફુદીનાના પાનથી સજાવો અને તેનો આનંદ માણો.