Kothimbir Vadi Recipe : નાસ્તમાં બનાવો કોથમીર અને ચણાના લોટમાંથી કરીકરી કોથંબીર વડી, જાણો રેસીપી

Aug 02, 2024, 04:12 PM

મહારાષ્ટ્રની ખાસ ફેમસ ડીશ કોથંબીર વડીની રેસિપી અહીં આપી છે જે કોથમીર અને ચણાનો લોટ અને અન્ય સામગ્રી સાથે બનાવામાં આવે છે.

સામગ્રી

1 કપ ચણાનો લોટ, 1/2 કપ ચોખાનો લોટ, 1/4 શેકેલી અને ક્રશ કરેલ સીંગ, 1 ગડી કોથમીર, 1 ચમચી આદુ અને લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી તલ, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 1/4 હળદર પાઉડર, 1 ચમચી જીરું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી હિંગ, 1/4 ગરમ મસાલા પાઉડર, જરૂર મુજબ પાણી

મેથડ

એક મોટા પાત્રમાં ઝીણી સમારેલ કોથમીર, ચણાનો લોટ,ચોખાનો લોટ, શેકેલી અને ક્રશ કરેલ સીંગ, આદુ અને લીલા મરચાની પેસ્ટ, તલ, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, જીરું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, હિંગ અને ગરમ મસાલા પાઉડર મિક્ષ કરીને જરૂર મુજબ પાણી ઉમેરો.

કોથંબીર વડી રેસીપી

ત્યારબાદ એક પેપર પર તલ નાખીને બેટર પાથરો, સ્ટીમરને પ્રિ હિટ કરો. ત્યારબાદ આ પાથરેલ બેટરને સ્ટીમ કરો.

કોથંબીર વડી રેસીપી

10 થી 15 મિનિટ સુધી સ્ટીમ કર્યા બાદ તેને ગેસ પરથી ઉતારી ઠંડી થવા દો અને કટ કરી લો. ત્યારબાદ પેનમાં તેલ ગરમ કરો અને બધી વડીને તળી લો.

કોથંબીર વડી રેસીપી

ત્યારબાદ પેનમાં તેલ ગરમ કરો અને બધી વડીને તળી લો. અને ગરમ ગરમ કોથંબીર વડી ચા સાથે સર્વ કરો.

No Bread Sandwich Recipe : બ્રેડ વગર બનાવો બ્રેકફાસ્ટમાં સરળ અને હેલ્ધી સેન્ડવીચ, ડાયટમાં કરો સામેલ, જાણો રેસીપી