Jan 28, 2025
ભજીયા ચણાના લોટમાંથી બનતી પ્રખ્યાત વાનગી છે. ભજીટા વિવિધ પ્રકારના બને છે, મેથીના ગોટા, બટાકા વડા, દાળ વડા, મરચી વડા. સુરતના કરકાર કુંભણીયા ભજીયા પણ પ્રખ્યાત છે.
કુંભણીયા ભજીયા શિયાળામાં ખાવા માટે શ્રેષ્ઠ છે. કુંભણીયા ભજીયા લીલી મેથી, લીલા ધાણા, લીલું લસણ, લીલા મરચા માંથી બને છે. આ બધા શાકભાજી શરીરને ગરમી આપે છે. અહીં કુંભણીયા ભજીયા બનાવવાની રીત આપી છે.
ચણાનો લોટ, લીલી મેથી, લીલા ધાણા, લીલું લસણ, લીલા મરચા, આદુની પેસ્ટ, હિંગ, લીંબુનો રસ, અજમો, તળવા માટે તેલ, પાણી, ખાવાનો સોડા કે ઇનો
કુંભણીયા ભજીયા બનાવવા માટે લીલી મેથી, લીલા ધાણા, લીલું લસણ, લીલા મરચા બારીક સમારીલો. તમે ઇચ્છો તો ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી શકો છો. આદુની પેસ્ટ તૈયાર કરી લો.
એક બાઉલમાં ચણાનો લોટ, લીલી મેથી, લીલા ધાણા, લીલું લસણ, લીલા મરચા, આદુની પેસ્ટ, હિંગ, લીંબુનો રસ, અજમો અને ખાવાનો સોડા નાંખી બરાબર મિક્સ કરો. તેમા પાણી ઉમેરી ભજીયાની ખીરું બનાવી 10 થી 15 મિનિટ રહેવા દો. ભજીયાનું ખીરું થોડુંક ઘટ્ટ રાખવું.
ગેસ પર એક કડાઇમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થયા બાદ આંગળી અને અંગૂઠાની મદદ વડે નાના ભજીતા તેલમાં મૂકવા.
ગેસ પર મીડિયમ તાપે કુંભણીયા ભજીયા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા. આવી રીતે બધા જ કુંભણીયા ભજીયા તળી લેવા.
ગરમાગરમ કરકરા કુંભણીયા ભજીયા તળેલા મરચા, ડુંગળી સાથે લીલી અને લાલ ચટણી સાથે ખાવાની મજા પડશે.