2 ચમચી આખું જીરું, 1/2 ચમચી હિંગ, 1/4 ટીસ્પૂન હળદર પાઉડર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી દાબેલી મસાલો, 7-8 બાફેલા છૂંદેલા બટાકા, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી કોથમીર, 2 ચમચી ખાટી મીઠી ચટણી અને 1/2 ગ્લાસ પાણી, પાવ
1/2 કપ દાડમ, 1/2 કપ શેકેલા મસાલા મગફળી, 2 ચમચી બારીક સમારેલી કોથમીર, 1 ચમચી ખાટી મીઠી આમલીની ચટણી, 1/2 ટીસ્પૂન લસણની ચટણી, બારીક સમારેલી ડુંગળી, 1 ચમચી બટર, ઝીણી સેવ
સૌ પ્રથમ બટાકા બાફી લો, હવે એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં આખું જીરું, હિંગ, હળદર પાઉડર, લાલ મરચું, દાબેલી મસાલો, બાફેલા છૂંદેલા બટાકા, સ્વાદ અનુસાર મીઠું, કોથમીર, ખાટી મીઠી ચટણી અને 1/2 ગ્લાસ પાણી ઉમેરો.
હવે મસાલાને પ્રોપર મિક્ષ કરો, અને ગેસ પરથી ઉતારી લો, મિશન ઠંડુ થઇ એટલે એના એમાં દાડમ, શેકેલા મસાલા મગફળી, સમારેલી કોથમીર ઉમેરો.
હવે દાબેલીના પાવ લો, તેમાં પહેલા ખાટી મીઠી આમલીની ચટણી લસણની ચટણી, બારીક સમારેલી ડુંગળી સ્ટફિંગ કરો.
ત્યારબાદ એક પેન ગરમ કરો, તેમાં બટર નાખો અને બધી દાબેલીને શેકી લો, ત્યારબાદ ઝીણી સેવથી ગાર્નિશ કરી સર્વ કરો.