Sep 04, 2025
કચ્છી દાબેલી ઘણી પ્રખ્યાત છે. તેનો ટેસ્ટ ઘણો જ સ્વાદીષ્ટ છે.
કચ્છી દાબેલી તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
પાવ, બટાકા, મસાલા સીંગ, દાબેલીનો મસાલો, વરિયાળી, લાલ મરચું પાઉડર, રાઈ, તેલ, કોથમીર, જીરું, કાળા મરી, આખા ધાણાં, તજ, લવિંગ, સુકાયેલું નારિયેળ, મીઠું, હળદર, આમચુર, પાણી, આમલીની ચટણી, લસણ ની ચટણી, દાડમના દાણા.
સૌ પ્રથમ મસાલા માટે કડાઇમાં વરિયાળી, જીરું, કાળા મરી, આખા ધાણાં, તજ, લવિંગ, સુકાયેલું નારિયેળ, લવિંગ અને સુકા લાલ મરચા નાખીને ધીમા ગેસે મસાલાને શેકી લો.
જ્યારે મસાલામાંથી સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને મસાલા ઠંડા થવા દો.
પછી આ બધા મસાલાને મિક્સરની જારમાં નાખો અને એમાં આમચૂર, ખાંડ, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને પીસી લો અને એક વાસણમાં લઇ લો. આ રીતે મસાલો તૈયાર થઇ જશે.
ત્યારબાદ બાફેલા બટાકા લો અને એની છાલ કાઢીને મેશ કરી લો. એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો અને એમાં દાબેલીનો મસાલો નાખો.
દાબેલીનો મસાલો નાખ્યા પછી આંબલીની ચટણી નાખો અને એમાં થોડુ પાણી મિક્સ કરીને બરાબર હલાવી દો.
ઓછામાં ઓછુ બે મિનિટ થવા દો અને પછી એમાં બાફેલા બટાકા નાખીને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. એક મિનિટ સુધી થવા દો અને ગેસ બંધ કરી દો.
આ મિશ્રણને એક બાઉલમાં લઇ લો અને એમાં ઉપરથી નારિયેળની છીણ, કોથમીર, દાડમ, સેવ અને સિંગ નાંખીને ટોપિંગ કરી લો.
નોનસ્ટિક તવી ગરમ કરવા માટે મુકો અને એની ઉપર પાઉં મુકો. આ પાઉંની ચારેબાજુ બટર લગાવો અને પાઉંની વચ્ચે આ મસાલો ભરી દો. હવે દાબેલીને રોસ્ટ કરી લો.
આ રીતે તમારી કચ્છી દાબેલી તૈયાર થઇ જશે. તમે તેને સોસ કે ચટણી સાથે ખાઇ શકો છો.