થાળીની શોભા અને સ્વાદમાં વધારશે લાલ મરચાની ચટણી, નોંધી લો રેસીપી

Mar 27, 2025, 02:39 PM

લાલ મરચાની ચટણી

આપણે ભોજનમાં સ્વાદમાં વધારો કરવા માટે અલગ અલગ પ્રકારની ચટણીઓ કે અથાણાંનો ઉપયોગ કરતા હોઈએ છે.

લાલ મરચાની ચટણી

ખાસ કરીને તીખી ચટણીઓનો વધારે ઉપયોગ થતો હોય છે ત્યારે અહીં અમે તમને લાલ મરચાની ચટણી બનાવવાની રીત વિશે જણાવીશું

લાલ મરચાની ચટણી માટે સામગ્રી

લાલ સૂકા મરચાં, ડુંગળી, આંબલી, ગોળ, મીઠું, હળદર, હિંગ, મીઠો લિંમડો, તેલ, મેથી દાણા, સૂંકુ લસણ, લીલા ધાણા.

લાલ મરચાની ચટણી બનાવવાની રીત

લાલ મરચાની ચટણી બનાવવા માટે સૌથી પહેલા સૂંકા લાલ મરચા લો. અને તેને એક પેનમાં થોડું તેલ નાંખીને સેકી દો.

લાલ મરચાની ચટણી બનાવવાની રીત

ત્યાર બાદ તેને બીજા વાસણમાં કાઢીને પેનમા તેલ નાંખી મેથી દાણા સેકી દો અને સૂકા લસણમાં નાંખો, ત્યારબાદ પેનમાં તેલ નાંખી ડુંગળી પણ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી દો.

લાલ મરચાની ચટણી બનાવવાની રીત

એક મીક્સર જારમાં સેકેલા મરચાં, લસણ, સેકેલી ડુંગળી, લીલા ધાણા, સ્વાદ અનુસાર ગોળ, મીઠું, હળદર, આંબલીનો રસ (સ્વાદ અનુસાર )નાંખીને એકદમ ફાઇન પેસ્ટ બનાવી દો.

લાલ મરચાની ચટણી બનાવવાની રીત

આમ એક લાલ મરચાની પેસ્ટ તૈયાર થઈ જશે.ત્યાર બાદ એક પેનમાં હિંગ, જીરા અને મીઠા લીંમડાનો તડકો તૈયાર કરો.

લાલ મરચાની ચટણી બનાવવાની રીત

ત્યારબાદ તેમાં મરચાની પેસ્ટ નાંખો અને થોડા વાર પકવા દો.

લાલ મરચાની ચટણી બનાવવાની રીત

આમ તૈયાર થઈ જશે તમારી લાલ મરચાની સ્વાદીષ્ટ ચટણી. જે કોઈપણ થાળીની શોભા વધારશે.