આપણી ભોજનની થાળીમાં કોઈપણ અથાણું આવી જાય એટલે મજો પડી જાય. દેરક ગુજરાતીના ઘરમાં અથાણું તો ચોક્કસ ખવાતું હોય છે.
અલગ અલગ પ્રકારના અથાણા માર્કેટમાં પણ મળે છે. પરંતુ તીખું ખાવાના શોખીન હોય તો લાલ મરચાનું અથાણું ઘરે બનાવી શકો છો.
જોકે, લાલ મરચાના અથાણામાં ક્યારેક મરચામાં પાણી વળી જાય છે. જોકે, આ સરસ સ્ટેપથી બનાવાથી આ અથાણું લાંબો સમય ચાલશે. તો રેસીપી નોંધી લો.
10-12 લાલ વઢવાણી મરચાં, મીઠું, 5 ચમચી રાઈના કુરિયા, 2.5 ચમચી મેથીના કુરિયા, 2.5 ચમચી અથાણાના કુરિયા, 1.5 ચમચી વરિયાળી, 1/4 કપ તેલ
10-12 કડક અને લાલ મરચાં લઈને ધોઈ વચ્ચેથી કાપીને બીજ કાઢી લેવા અને તેમાં એક ચમચી મીઠું નાંખી મીક્સ કરીને ઢાંકીને એક કલાક માટે રાખી દો.
એક કલાક બાદ મરચાં પાણી નીકળશે ત્યાર બાદ એક થાળીમાં ટીસ્યુ પેપરમાં મરચાને છૂટા પાથરી રાખી મુકવા જેથી મરચાનું પાણી નીકળી જશે.
એક બાઉલમાં 5 ચમચી રાઈના કુરિયા, 2.5 ચમચી મેથીના કુરિયા, 2.5 ચમચી અથાણાના કુરિયા, 1.5 ચમચી વરિયાળી, 1/4 કપ તૈયાર કરવા
ત્યાર બાદ તેલને એકદમ ગરમ કરીને નવ સેકું થાય ત્યારે મસાલામાં ઉમેરી મીક્સ કરવું.પછી તેમાં મોટું લિંબુનો રસ અને થોડો છીણેલો ગોળ ઉમેરી સારી રીતે મીક્સ કરવો.
બાઉલમાં તૈયાર કરેલા મસાલામાં સુકવવા મુકેલા મરચાં ઉમેરીને એકદમ સારી રીતે મીક્સ કરી દેવા અને એર ટાઈટ જારમાં ભરી લેવા. જેથી મરચાં લાંબો સમય સુધી ફ્રેસ રહેશે.