અખાત્રીજ હવે નજીક આવી રહી છે. આ વખતે 30 એપ્રિલના રોજ અખાત્રીજનો તહેવાર છે.

Apr 07, 2025, 07:30 PM

અખાત્રીજ હવે નજીક આવી રહી છે. આ વખતે 30 એપ્રિલના રોજ અખાત્રીજનો તહેવાર છે.

અખાત્રીજના દિવસે ખેડૂતો સહિત ઘરા ઘરોમાં લાપસી બનાવવામાં આવે છે.

આજે ગુજરાતી પરંપરાગત લાપસી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. જેનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે.

લાપસી બનાવવાની સામગ્રી

ઘઉંનો કરકરો લોટ, ઘી, ગોળ, તેલ, પાણી

લાપસી બનાવવાની રીત

સૌ પ્રથમ એક તપેલીમાં પાણી નાખી તેને ગેસ પર ઉકળવા મુકો. આ પછી તેમાં ગોળ નાખો અને તેને સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી ઉકળવા દો.

બીજી બાજુ એક કથરોટમાં ઘઉંનો કરકરો લોટ લો. તેમાં તેલનું મોયણ નાખી સારી રીતે મિક્સ કરો.

હવે ગોળવાળું પાણી ઉકળવા લાગે એટલે તેમાં બે ચમચી ઘી ઉમેરો. આ પછી તેમાં લોટ નાખીને બરાબર મિક્સ કરો.

આ પછી તેને ઢાંકી દો અને 4 થી 5 મિનિટમાં પકવા દો. આ પછી પાણી બળી ગયું હશે. ત્યારબાદ તેને વેલણથી સારી રીતે મિક્સ કરી લો.

આ સાથે જ તમારી લાપસી તૈયાર થઇ જશે. ગેસ બંધ કરીને તેને સર્વ કરી શકો છો. તમે લાપસીની અંદર ઘી નાખી ખાઇ શકો છો.