છુટી લાપસી બનાવવાની પરફેક્ટ રીત

Feb 28, 2025, 02:16 PM

લાપસી બનાવવા માટે સામગ્રી

ઘઉંનો જાડો લોટ, ઘી, ખાંડ અથવા ખાંડ બુરુ, એલચી પાઉડર,પાણી

લાપસી બનાવવાની રીત

એક વાસણમાં ઘઉંનો જાડો લોટ ચાળી લો, તેમા ઘીનું મોણ નાંખી બરાબર મિક્સ કરી લો.

લાપસી બનાવવાની રીત

ગેસ ચાલુ કરી એક પેનમાં આ લોટ ધીમા તાપેસ 5 થી 7 મિનિટ સુધી શેકી લો. આ લોટ શેકાઇ જાય એટલે કે બાઉલમાં કાઢી લો.

લાપસી બનાવવાની રીત

હવે ગેસ ચાલુ કરી એક મોટા તપેલામાં પાણી ઉકાળો, તેમા 3 - 4 ચમચી ઘી પણ નાંખવું. તેમારો ઘઉંનો લોટ કેટલો છે તે મુજબ પાણી ગરમ કરવું.

લાપસી બનાવવાની રીત

પાણી ઉકળી એટલે તેમા શેકેલો લોટ નાખી સરખો પાથરી તપેલીને ઢાંકણ વડે ઢાંકી ધીમા તાપે 5 થી 7 મિનિટ સુધી પકવવા દેવી.

લાપસી બનાવવાની રીત

ત્યાર પછી મોટા ચમચા કે વેલણ વડે લાપસીને ધીમે ધીમે હલાવી બરાબર મિક્સ કરો. ઘઉંનો લોટ છુટો દાણાદાર રહે તેનીં ધ્યાન રાખવું.

લાપસી રેસીપી

આમ કર્યા બાદ ફરી 5 થી 7 મિનિટ સુધી લાપસીને રંધાવા દો. લાપસી બરાબર રંધાઇ જાય એટલે થોડીવાર માટે ઠંડી થવા દેવી.

લાપસી બનાવવાની રીત

એક બાઉલમાં લાપસી કાઢી તેના પર ખાંડ કે ખાંડ બુરુ અને ઘી નાંખી સર્વ કરો. ગરમ ગરમ લાપસી ખાવાની મજા પડશે.