Nov 07, 2025
1 ચમચી તેલ અથવા ઘી, 1/2 તજની લાકડી, 8-9 લસણની કળી, સમારેલી મુઠ્ઠીભર કોથમીરની ડાળીઓ,
સમારેલી મુઠ્ઠીભર કોથમીરના પાન, 8-10 કાળા મરીનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ, 2 કપ પાણી, 1 લીંબુનો રસ
સૌ પ્રથમ એક કડાઈમાં થોડા તેલમાં, તજની લાકડી, લસણ નાખીને 2 મિનિટ માટે સારી રીતે સાંતળો, જેથી લસણ કુક થઇ જાય અને તેની સ્મેલ આવે.
ત્યારબાદ હવે ઝીણી સમારેલી એમાં ઉમેરો, એક મિનિટ માટે કુક કરો.
હવે પાણી, કાળા મરીનો પાવડર, મીઠું અને ધાણાના પાન અને 2 કપ પાણી ઉમેરો, અને થોડી વાર માટે થવા દો.
તેને 3-4 મિનિટ માટે ઉકળવા દો, ગરમાગરમ પીરસો અને ઉપર લીંબુનો રસ નીચોવો અને ગરમ ગરમ સૂપ સર્વ કરો.