5-7 આખું ફોલ્યા વગરનું લસણ, તેલ, સ્વાદ અનુસાર મીઠું, હળદર પાઉડર, લાલ મરચા પાઉડર
તેલ, જીરું, મીઠા લીમડાના પાન, તજ, કાશ્મીરી સૂકું લાલ મરચું, બાદિયા, લવિંગ, હીંગ, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, સમારેલા ટામેટા, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, લાલ મરચું પાવડર, મિક્સ ચવાણું, પાણી, સ્વાદ અનુસાર મીઠું, બાફેલું લસણ અને સમારેલી તાજી કોથમીર
સૌ પ્રથમ આખા લસણને એક બાઉલમાં રાખી તેરમા સહેજ તેલ, મીઠું, લાલ મરચું પાઉડર અને હળદર પાઉડર નાખી તેને થોડી વાર માટે સ્ટીમરમાં સ્ટીમ કરી લો.
હવે એક પેનમાં વઘાર મુકો, જીરું, મીઠા લીમડાના પાન, તજ, કાશ્મીરી સૂકું લાલ મરચું, બાદિયા, લવિંગ, હીંગ, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી અને સમારેલા ટામેટા નાખીને સારી રીતે મિક્ષ કરો.
બધું સારી રીતે કુક થઇ જાય એટલે બાકીના મસાલામાં હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, લાલ મરચું પાવડર, મિક્સ ચવાણું, પાણી, સ્વાદ અનુસાર મીઠું, બાફેલું લસણ અને સમારેલી તાજી કોથમીર ઉમેરો અને ગરમ ગરમ રોટલી સાથે શાક સર્વ કરો.