દૂધી પોષક તત્વોથી ભરપૂર શાકભાજી છે. દૂધીનું શાક, દૂધીના પરાઠા, દૂધીનો હલો, દૂધીના મુઠિયા સહિત ઘણી વાનગી બની છે. જો તમે સાદુ દૂધીનું શાક ખાય કંટાળી ગયા છો તો અહીં પંજાબી સ્ટાઇલ દૂધી કોફ્તા બનાવવાની રેસીપી આપી છે.
દૂધી ઝીણેલી, ટામેટા ડુંગળી લસણ આદું અને લીલા મરચાની પેસ્ટ, લાલ મરચા પાઉડર, ચણાનો લોટ, સોજી મીઠું સ્વાદ અનુસાર, તેલ, ધાણા જીરું પાઉડર, હળદર પાઉડર, અમચુર પાઉડર, ગરમ મસાલો, ખાવાનો સોડા અથવા ઇનો, કોથમીર, તમાલપત્ર, લવિંગ
દૂધી કોફતા કરી બનાવવા સૌથી પહેલા દૂધીને ઝીણી લો. હવે મિક્સર જારમાં આદુ લસણ ટામેટા ડુંગળી લીલા મરચા નાંખી પેસ્ટ બનાવી લો.
એક બાઉલમાં ચણાનો લોટ, થોડીક સોજી મિક્સ કરો. તેમા મીઠું, લાલ મરચું, તેલ, ખાવાનો સોડા કે ઇનો, કોથમીર નાંખી ભજીયાનું ખીરું બનાવી લો. ભજીયા જેમ તેલમાં તળી કોફતા તૈયાર કરો.
એક કડાઇમાં તેલ ગરમ કરો, તેમા તમાલપત્ર લવિંગનો તડકો લગાવો, ત્યાર પછી આદુ લસણ ટામેટા ડુંગળી લીલા મરચાની પેસ્ટ, લાલ મરચા પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરં પાઉડર નાંખી મસાલા તૈયાર કરો. આ મસાલામાંથી તેલ છુંટું પાડે ત્યાં સુધી સાંતળી લો. તેમા
હવે મસાલામાં 1 કે 2 ગ્લાસ પાણી નાંખી તરી જેમ ઉકાળો, પાણી બરાબર ઉકળી જાય એટલે તેમા દૂધીના કોફતા નાંખી સબ્જી પકવવા દો.
દૂધીના કોફતા કડાઇમાં મસાલાવાળું પાણી શોષી લેશે અને નરમ થશે. સબ્જીને 5 મિનિટ સુધી ધીમા તાપે પકવવા દો.
દૂધીના કોફતા સબ્જીમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી ગરમાગરમ પરાઠા સાથે સર્વ કરો.