Jun 04, 2025
2 કપ વધેલા ભાત, 1 કપ છાશ, 1 કપ ચણાનો લોટ, 2 ડુંગળી ઝીણી સમારેલી, 4 મરચાં સમારેલા, કોથમીર, 1 ચમચી આદુ ની છીણ
1 ચમચી મરચાં પેસ્ટ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી હળદર પાઉડર, 1 ચમચી ગરમ મસાલો, 1/2 લીંબુનો રસ, મીઠું સ્વાદમુજબ, તળવા માટે તેલ
વધેલા ભાત ને 2 કલાક છાસ માં પલાળી રાખવા તરત જ બનાવવું હોય તો થોડી ખાટી છાસ લેવી.
ત્યાર બાદ વધેલા ભાતમાં ચણાનો લોટ, સમારેલ ડુંગળી,કોથમીર, ધાણા જીરું પાઉડર, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચું પાઉડર, મીઠું, લીલા મરચાં અને બધા મસાલા મિક્સ કરી લો.
હવે બધું એક સાથે મસળી સરસ મિક્સ કરી તેલ ગરમ કરવા મૂકો, મિશ્રણમાં ગરમ તેલ ઉમેરી સરસ હલાવી લ્યો અને હાથ માં થોડું થોડું મિશ્રણ લઈ ગરમ તેલમાં તળો.
ભજિયા એની જાતે ઉપર આવે પછી બન્ને સાઈડ ફેરવી ગોલ્ડન ક્રિસ્પી ભજીયા તળી લો થઇ જાય પછી ગરમ જ સર્વ કરો.