3-4 વધેલી રોટલી, તેલ - તળવા માટે અથવા થોડું શેકવા માટે, 2 (બાફેલા અને છૂંદેલા) બટાકા, 1 કપ સમારેલા ગાજર, 1 કપ બાફેલા વટાણા અને કેપ્સિકમ, 1 બારીક સમારેલી ડુંગળી, 1 બારીક સમારેલા લીલા મરચાં, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, 1/2 લાલ મરચું પાવડર, હળદર પાવડર, 1/2 ગરમ મસાલો, મીઠું - સ્વાદ મુજબ, 2 કળી ઝીણું સમારેલું લસણ, કોથમીરના પાન, 1 ચમચી લીંબુનો રસ
સૌ પ્રથમ, એક પેનમાં થોડું તેલ ગરમ કરો અને તેમાં આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરો. પછી ડુંગળી ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું ઉમેરો.
ત્યારબાદ બાફેલા શાકભાજી અને છૂંદેલા બટાકા ઉમેરો અને 2-3 મિનિટ સુધી કુક કરો.
હવે છેલ્લે કોથમીર અને લીંબુનો રસ ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરો. હવે બાકીની રોટલીને અડધી ફોલ્ડ કરો.
ત્યારબાદ તવા પર થોડું તેલ લગાવો અને તેને ક્રિસ્પી બનાવવા માટે તેને બેક કરો અથવા ડીપ ફ્રાય કરો. પછી તૈયાર કરેલું સ્ટફિંગ ક્રિસ્પી ટાકોઝમાં ભરો.
ટાકોઝનો સ્વાદ વધારવા માટે તમે ઉપર દહીં, આમલીની ચટણી અને ચાટ મસાલો ઉમેરી શકો છો.