Oct 03, 2025
1 ચમચી સમારેલું લસણ,1/2 ચમચી સમારેલું આદુ,2 ચમચી સમારેલા બીન્સ,2 ચમચી સમારેલા ગાજર, 2 ચમચી સમારેલા કોથમીર
1/2 ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી લાલ મરચાના ટુકડા, સ્વાદ મુજબ મીઠું, 2 કપ પાણી, 1/4 કપ કોથમીરના પાન, 2 ચમચી લીંબુનો રસ, 1 ચમચી કોર્નફલર સ્લરી
પેનમાં 1 ચમચી તેલ ઉમેરો. લસણ અને આદુ ઉમેરો. એક મિનિટ માટે સાંતળો, બીન્સ અને ગાજર ઉમેરો અને 2 મિનિટ માટે કુક કરો.
પછી કોથમીરના ડાળા ઉમેરો અને એક મિનિટ માટે રાંધો અને અહીં જણાવેલ બધાજ મસાલા ઉમેરો. વધુ 2 મિનિટ માટે કુક કરો.
હવે પાણી ઉમેરો અને તેને ઉકળવા દો, પછી કોર્નફલર સ્લરી ઉમેરો અને તે ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરો.
હવે ગેસ બંધ કરો અને કોથમીરના પાન અને લીંબુનો રસ ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને ગરમા ગરમ પીરસો.