Summer Recipe : બે વસ્તુથી બનાવો આ પાઉડર, ઇન્સ્ટન્ટ બનશે લીંબુ શરબત અને શિકંજી, આખું વર્ષ સ્ટોર રખાશે

Apr 08, 2025, 10:47 AM

લીંબુ શરબત પાઉડર

ઉનાળો શરુ થયો છે અને આકરો તાપ પણ પડવા લાગ્યો છે. આવી સ્થિતિમાં લીંબુ પાણી કે શિકંજી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે.

લીંબુ શરબત પાઉડર

ઘરમાં ગમે ત્યારે લીંબુ શરબત કે શિકંજી બનાવવી હોય તો થોડું કંટાળા જનક લાગે. જોકે, હવે આ કંટાળામાંથી મૂક્તિ મળશે.

લીંબુ શરબત પાઉડર

કારણે અહીં લીંબુ શરબત માટે એક એવો પાઉડર બનાવવાની રેસીપી જાણિશું. જેનાથી ઈન્સ્ટન્ટ લીંબુ શરબત અને શિકંજી બની જશે.

લીંબુ શરબત પાઉડર

આ પાઉડર બનાવવાની રીત સરળ છે પરંતુ પ્રોસેસ લાંબી છે. જોકે, આ પાઉડર એકવાર બની જશે તો આખું વર્ષ સ્ટોર કરી શકાશે.

લીંબુ શરબત પાઉડરની સામગ્ર

જેટલો પાઉડર બનાવવો હોય એટલા લીંબુ, અને લીંબુના રસ કરતા વધારે ખાંડ લેવી

લીંબુ શરબત પાઉડર બનાવવાની રીત

લેમન જ્યુસ પાઉડર બનાવવા માટે સૌથી પહેલા લીંબુ લઈને ધોઈ લો અને તેને બે ભાગમાં કાપીને તેમાંથી રસ કાઢી લો.

લીંબુ શરબત પાઉડર બનાવવાની રીત

તપેલીમાં જેટલો લીંબુનો રસ એકઠો થયો છે. તેનાથી ડબલ પ્રમાણમાં ખાંડ ઉમેરો અને સારી રીતે મીક્ષ કરી દો.

લીંબુ શરબત પાઉડર બનાવવાની રીત

આ મીશ્રણને થાળીઓમાં થોડા પ્રમાણમાં નાખીને પંખાની હવામામાં સુકવવા મુકી દો. જેટલી વધારે થાળીમાં મીશ્રણ સુકવવા મુકશો તો ઝડપથી ડ્રાય થશે.

લીંબુ શરબત પાઉડર બનાવવાની રીત

બે ચાર દિવસ બાદ ચેક કરતા રહેવું અને જામેલા મીશ્રણને ઉખાડી ફરી સુકવવા મૂકવું. જ્યાં સુધી મીશ્રણમાંથી પાણી સુકાઈ ન જાય ત્યાં સુધી પંખાની હવા આપતા રહેવું.

લીંબુ શરબત પાઉડર બનાવવાની રીત

અહીં ખાસ ધ્યાન રાખવું કે આ મીશ્રણને તડકામાં સુકવવાનું નથી. મીશ્રણને ઘરમાં પંખાની હવા જ આપવાની છે.

લીંબુ શરબત પાઉડર બનાવવાની રીત

એકવાર મીશ્રણ સાવ સુકાઈ જાય ત્યારે તેને એકત્ર કરીને મીક્ષર જારમાં નાંખીને ક્રસ કરી એકદમ ફાઈન પાઉડર બનાવી દેવો.

લીંબુ શરબત પાઉડર બનાવવાની રીત

આમ તૈયાર થઈ જશે તમારો ઈન્સ્ટન્ટ લીંબ શરબત કે શિકંજીનો પાઉડર, આ પાઉડરને એર ટાઈટ કન્ટેનરમાં એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે.