કોલ્ડ ડ્રિંક્સ અને જ્યુસ ઉનાળાની ગરમીમાં પીવાથી શરીરને ઠંડક મળે છે. બજારમાં વેચાતા ઠંડા પીણાં અને શરબત સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આથી તમારે ઘરે બનાવેલા ઠંડા પીણાં પીવા જોઇએ.
આજકાલ મોજીતો પીવાનો ટ્રેન્ડ્સ છે. માર્કેટમાં વોટરમેલન મોજીતો, ઓરેન્જ મોજીતો, બ્લુબેરી મોજીતો અને લેમન મોજીતો જેવા વિવિધ પ્રકારના મોજીતો વેચાય છે. અહીં ઘરે લેમન મોજીતો બનાવવાની સરળ રેસીપી આપી છે.
લીંબુનો રસ, ખાંડ વાળું પાણી, સાદી સોડાની બોટલ, ફુદાનાના પાન, બફર, બ્લેક સોલ્ટ
એક ગ્લાસમાં ખાંડ વાળું પાણી અને ફુદીનાના પાન નાંખી બરાબર મિક્સ કરી લો
ત્યાર પછી તેમા તાજો લીંબુનો રસ ઉમેરો
છેલ્લે ગ્લાસમાં સાદી સોડા ક્ સ્પાઇટ નાંખી બરાબર શેક કરી લો
આ જ્યુસને એક કાચના સર્વિંગ ગ્લાસમાં નાંખી સર્વ કરો
તમે ઇચ્છો તો સ્વાદ માટે બ્લેક સોલ્ટ પણ ઉમેરી શકાય છે.