2 કપ રાંધેલા ચોખા, 2 ચમચી તેલ, 2 ચમચી રાઈ, 1 ચમચી અડદની દાળ, 1 ચમચી ચણાની દાળ, મીઠો લીંબડો, 1 સૂકું લાલ મરચું, 2-3 લીલા મરચા, 7-8 કાજુ, 8-9 મગફળી, 1 ચમચી હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું, 2 લીંબુનો રસ અને કોથમીર
સૌ પ્રથમ રાઈસ બનાવવા માટે પ્રેશર કુકરમાં રાઈસ, તેલ, સ્વાદ અનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરો. રાઈસ માટે કુકરની 3-4 વિસલ થવા દો.
વઘાર માટે એક પેનમાં તેલ નાખો, તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તેમાં અડદની દાળ, ચણાની દાળ, મીઠો લીંબડો અને સૂકું લાલ મરચું નાખો.
ત્યારબાદ બાકીની સામગ્રીમાં લીલા મરચા, કાજુ, મગફળી, હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું અને 2 લીંબુનો રસ નાખો.
વઘાર કર્યા બાદ બનાવેલા રાઈસ વઘારમાં એડ કરીને નાખી સારી રીતે મિક્ષ કરો અને ગરમ ગરમ લેમન રાઈસ સર્વ કરો.