લીલા મરચાનું અથાણું રેસીપી, એકદમ ક્રન્ચી સ્વાદ આવશે

Apr 12, 2025, 09:18 PM

લીલા મરચાનું અથાણું ઘણા લોકોને પસંદ હોય છે.

તમે આ અથાણું ઘરે પણ બનાવી શકો છો. અહીં અમે તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

લીલા મરચાનું અથાણું સામગ્રી

મીડિયમ તીખા લીલા મરચા, રાઈના કુરિયા, હળદર, વરિયાળી, મીઠું, તેલ, લીંબુનો રસ

આ અથાણું બનાવવા માટે મીડિયમ તીખા મરચાં લેવા. મરચાને ધોઈને એકદમ કોરા કરી લેવા. પાણી હોવું જોઈએ નહીં

જો મરચા વધારે લાંબા હોય તો તેના બે ટુકડા કરી લેવા અથવા તો તેમાં કાપો મૂકીને ચીરી લેવા.

આ પછી એક વાસણમાં રાઈના કુરિયા, મીઠું, હળદર અને વરિયાળી ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.

આ પછી તેમાં લીંબુનો રસ અને તેલ ઉમેરીને ફરી એક વાર હલાવી લેવું. આ પછી લીલા મરચાં ઉમેરીને ફરી બધું બરાબર હલાવી લેવું.

આ પછી તેને ઢાંકીને 12 થી 15 કલાક માટે રહેવા દેવા. વચ્ચે બે થી ત્રણ વાર તેને હલાવવું. આ રીતે લીલા મરચાનું અથાણું તૈયાર થઇ જશે. તેને રોટલી, પરોઠા કે થેપલા સાથે ખાઇ શકો છો.

લીલા મરચાંના અથાણાંને કાચની બરણીમાં ભરીને ત્રણથી ચાર મહિના સુધી ફ્રિજમાં રાખી શકાય છે.