લીલા વટાણા પરાઠા રેસીપી, ઝટપટ બની જશે

Feb 17, 2025, 04:01 PM

સામગ્રી

250 ગ્રામ વટાણા, સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી હળદર પાઉડર, 2 સમારેલા લીલા મરચા, 1 ચમચી જીરું, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 1/2 ધાણા જીરું પાઉડર, 1 ચમચી અમચૂળ પાઉડર, 1 લીંબુનો રસ,1/2 ચમચી ચણાનો લોટ, થોડી કોથમીર, લોટ બાંધવા માટે ઘઉંનો લોટ, જરૂર મુજબ પાણી, તેલ અને મીઠું

વટાણા પરાઠા રેસીપી

સૌ પ્રથમ વટાણાને બાફી લો, ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર મીઠું નાખો, હવે એક પેન માં વઘાર મુકો,એમાં જીરું, લીલા મરચા, હિંગ, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર નાખો.

વટાણા પરાઠા રેસીપી

હવે એમાં ધાણા જીરું પાઉડર, આમચૂળ પાઉડર, લીંબુનો રસ અને બાફેલા વટાણા ઉમેરો, હવે બધું સારી મેસ કરો.

વટાણા પરાઠા રેસીપી

એ મિશ્રણમાં હવે ચણાનો લોટ, થોડી કોથમીર ઉમેરો ફરી બધું મિક્સ કરો, હવે ઘઉંનો લોટ બાંધો, મીઠું, પાણી, તેલ જરૂર મુજબ નાખી લોટ બાંધો.

વટાણા પરાઠા રેસીપી

હવે લોટને થોડી વાર માટે રેસ્ટ આપો, પછી રોટલી વણીને વટાણાનું સ્ટફિંગ ભરો, આ રીતે બધા પરાઠા તૈયાર કરી લો.

વટાણા પરાઠા રેસીપી

હવે પેન ગરમ કરો અને એમાં સહેજ તેલ નાખીને પરાઠા બન્ને સાઈડ શેકી લો અને ગરમ ગરમ પરાઠા ચટણી સાથે સર્વ કરો. (Kanha Kitchen / Henal Patel/Instagram)