લીલી ખારેક નો હલવો રેસીપી, ટેસ્ટી અને હેલ્ધી

Jun 24, 2025, 03:55 PM

લીલી ખારેક અથવા ખલેલા આ એક પરંપરાગત અને સ્વાદિષ્ટ વાનગી છે જે ચોમાસામાં ખાસ કરીને બનાવવામાં આવે છે.

લીલી ખારેક ઘણી બીમારીઓમાં રામબાણ છે. અહીં જાણો લીલી ખજૂરનો હલવો બનાવાની રેસીપી જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

લીલી ખજૂરનો હલવો સામગ્રી

1 કપ લીલી ખજૂર (ઠળિયા કાઢીને), 2 કપ દૂધ, 1/2 કપ ખાંડ, 2-3 ચમચી ઘી, 1/4 કપ કાજુ, બદામ, પિસ્તા, 1/2 ચમચી ઈલાયચી પાઉડર

લીલી ખજૂરનો હલવો રેસીપી

લીલી ખજૂરના બીયા કાઢીને તેને નાના ટુકડા કરી લો અથવા મિક્સરમાં અધકચરી પીસી લો

લીલી ખજૂરનો હલવો રેસીપી

એક નોન-સ્ટીક કડાઈમાં ઘી ગરમ કરો, પીસેલી ખજૂર ઉમેરીને ધીમા તાપે 5 મિનિટ શેકો, જ્યાં સુધી તેની કાચી સુગંધ જતી ન રહે.

લીલી ખજૂરનો હલવો રેસીપી

હવે દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો. દૂધ ધીમે ધીમે શોષાવા દેવું.જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા માંડે અને દૂધ લગભગ શોષાઈ જાય, ત્યારે ખાંડ ઉમેરો.

લીલી ખજૂરનો હલવો રેસીપી

ખાંડ ઓગળે અને મિશ્રણ ફરી પાછું થોડું પાતળું થશે, મિશ્રણ ફરીથી ઘટ્ટ થાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી ધીમા તાપે પકાવો.

લીલી ખજૂરનો હલવો રેસીપી

એલચી પાવડર અને અડધા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને બરાબર મિક્સ કરો, ગરમાગરમ હલવાને બાકીના ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.

માલપુવા રેસીપી ! રથયાત્રા પર ભગવાન જગન્નાથને ધરાતો ખાસ પ્રસાદ