1 કપ મેંદો, સ્વાદ અનુસાર મીઠું, 1/2 અજમો, 3-4 ચમચી તેલ, પાણી જરૂર મુજબ
લીલા વટાણા, 2-3 ચમચી તેલ, 1/2 ચમચી તલ (સફેદ) 1 ચમચી આદુ અને લીલા મરચાની પેસ્ટ, 1/2 ચમચી લાલ મરચું પાવડર અને હળદર પાવડર, 1/2 ચમચી ગરમ મસાલા પાવડર,1/2 ચમચી ખાંડ, 1/2 લીંબુનો રસ, 1/2 કપ કોથમીર અને તળવા માટે તેલ
એક બાઉલમાં મેંદો, મીઠું, અજમો, તેલ, પાણી નાખીને લોટ બાંધો. લોટને 15 મિનિટ રેસ્ટ આપો. ત્યારબાદ સ્ટફિંગની તૈયારી કરો.
એક મિક્સર જારમાં લીલા વટાણા નાખીને પીસી લો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરો, તેમાં તલ, આદુ અને લીલા મરચાની પેસ્ટ નાખીને સરસ રીતે સાંતળો.
તેમાં પીસેલા લીલા વટાણા ઉમેરો, તેને ધીમી આંચ પર 4-5 મિનિટ સુધી સાંતળો.તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલા પાવડર, મીઠું, ખાંડ, લીંબુનો રસ, ધાણાજીરું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો
ગેસ બંધ કરો અને તેને પ્લેટમાં સ્થાનાંતરિત કરો.બીજા વાસણમાં તેલ ગરમ કરો, નાની પુરીઓ બનાવો, તેમાં મિશ્રણ ભરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
તમારી લીલવા કચોરી તૈયાર છે તેને ચટણી સાથે સર્વ કરો.