Lower Back Pain : પીઠના દુખાવાથી પરેશાન છો? આ સરળ ઉપાય અજમાવો

Apr 24, 2024, 02:56 PM

આખા દિવસ દરમિયાન કામને કારણે બેસી રહેવાથી આપણી પીઠ ઘણીવાર તણાઈ જાય છે. કામ લેપટોપ કે કોમ્પ્યુટર પર થતું હોવાથી બેસીને કામ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.

8-9 કલાક બેસીને ડેસ્ક જોબ કરતા લોકોની પીઠને ત્યારે જ આરામ મળે છે જયારે તેઓ સુવે છે.

પીઠનો દુખાવો કોઈપણ ઉંમરના લોકો માટે સમસ્યા બની શકે છે. જો તમને પણ પીઠનો દુખાવો હોય, તો તેને અવગણવાને બદલે સમયસર સારવાર કરો. અહીં જાણો કેટલાક ઉપાય

ખુરશી પરથી ઉભા થાઓ : થોડું ચાલો, હાથ ખુરશીની પાછળ રાખવા જોઈએ અને કમર એવી રીતે ઉંચી કરવી જોઈએ જાણે ઉસ્ત્રાસન કરી રહ્યા હોય.

આનાથી પીઠ ખેંચાય છે અને જો બેસવું મુશ્કેલ હોય તો ખભા, પગમાં થોડી હલનચલન થાય છે. આ સ્ટ્રેચિંગ 20 સેકન્ડ માટે થવું જોઈએ.

બેસતી વખતે કે ચાલતી વખતે તમારી પીઠ સીધી રાખવી ખૂબ જ જરૂરી છે. સ્નાયુઓને ખેંચો, જેથી રક્ત પરિભ્રમણ સારું રહેશે

વધુ સમય સુધી એક જગ્યાએ બેસવાનું ટાળો. સ્નાયુઓને રિલેક્ષ કરવા માટે કામ કરતી વખતે રેસ્ટ લો. ગરદનને મુવમેન્ટ આપો.

તમારી પીઠને ટેકો આપતી ખુરશીનો ઉપયોગ કરો. હાઈ હીલ્સ, હીલ્સ, શૂઝ પહેરવાનું ટાળો. વજન નિયંત્રણમાં રાખવા માટે નિયમિત કસરત કરો