ઘરેજ ક્રીમી અને ફ્રેશ લીચી આઈસ્ક્રીમ બનાવો, સરળ રેસીપી

May 24, 2025, 12:42 PM

ઉનાળા (Summer) ની ઋતુ શરૂ થતાં જ દરેક વ્યક્તિને ઠંડી વસ્તુ ખાવાની અને આઈસ્ક્રીમ ખાવાની થાય છે. માર્કેટમાં બનતા આઈસ્ક્રીમમાં ઘણી બધી ભેળસેળ ભેળવવામાં આવે છે.

ઘરે બનાવેલો આઈસ્ક્રીમ માત્ર સ્વાદમાં જ સારો નથી પણ સ્વાસ્થ્ય માટે પણ સલામત છે. અહીં જાણો ઘરે ક્રીમી અને ફ્રેશ લીચી આઈસ્ક્રીમ કેવી રીતે બનાવવી, જાણો

લીચી આઈસ્ક્રીમ રેસીપી સામગ્રી

3 કપ દૂધ, 1 કપ દૂધ પાવડર, સુગર 1/2 કપ, 1 ચમચી કોર્નફ્લોર, 1/2 કપ લીચીનો પલ્પ, 1/2 કપ ફ્રેશ ક્રીમ, 1/2 કપ સમારેલી લીચી

લીચી આઈસ્ક્રીમ રેસીપી

એક બાઉલમાં 1 કપ દૂધ, મિલ્ક પાવડર અને કોર્નફ્લોર ઉમેરો. તેને સારી રીતે ફેંટીને બાજુ પર રાખો, હવે એક પેનમાં બાકી રહેલું 2 કપ દૂધ અને ખાંડ ઉમેરો.

લીચી આઈસ્ક્રીમ રેસીપી

4 મિનિટ સુધી હળવેથી મિક્ષ કરો. જ્યારે દૂધ ઉકળવા લાગે, ત્યારે પહેલા તૈયાર કરેલું દૂધ પાવડરનું મિશ્રણ ઉમેરો.

લીચી આઈસ્ક્રીમ રેસીપી

સારી રીતે મિક્સ કરો, ઠંડુ થાય ત્યારે તેમાં લીચીનો પલ્પ અને ફ્રેશ ક્રીમ ઉમેરો. સારી રીતે ફેંટો.

લીચી આઈસ્ક્રીમ રેસીપી

આ મિશ્રણને એક પહોળા એલ્યુમિનિયમ કન્ટેનરમાં રેડો, તેને ફોઇલથી ઢાંકી દો અને તેને ફ્રીઝરમાં 6 કલાક માટે રાખો જ્યાં સુધી તે થોડું થીજી ન જાય.

લીચી આઈસ્ક્રીમ રેસીપી

પછી આ થીજી ગયેલા મિશ્રણને મિક્સરમાં નાખો અને તેને સારી રીતે બ્લેન્ડ કરો જ્યાં સુધી તે સ્મૂધ ન થાય. હવે આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં સમારેલી લીચી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.

લીચી આઈસ્ક્રીમ રેસીપી

હવે આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં સમારેલી લીચી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો, એલ્યુમિનિયમ કન્ટેનરમાં રેડો, ઢાંકીને ફ્રીઝરમાં મુકો પછી ઠંડી આઈસ્ક્રીમ સર્વ કરો.

લીચી સ્મૂધી રેસીપી, અસહ્ય ગરમીમાં આપશે રાહત