લીચી સ્મૂધી રેસીપી, અસહ્ય ગરમીમાં આપશે રાહત

May 22, 2025, 03:50 PM

ઉનાળા (summer) માં જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે છે, ત્યારે તેમને વેલકમ ડ્રિંકમાં શું આપવું તેની ચિંતા રહે છે. તો આનો સૌથી સહેલો રસ્તો એ છે કે લીચી સ્મૂધી (lychee smoothie) બનાવીને ઉનાળામાં પીરસો.

ઉનાળા (summer) માં લીચી (Lychee) સરળતાથી મળી જાય છે અને મહેમાનો અને બાળકોને પણ ખુબજ ભાવે છે

લીચી સ્મૂથી બનાવવી ખુબજ સરળ છે તેને તમે સવારે નાસ્તામાં પણ લઇ શકો છો, અહીં જાણો તમે ઘરે સરળતાથી લીચી સ્મૂધી (lychee smoothie) કેવી રીતે બનાવશો?

લીચી સ્મૂધી રેસીપી સામગ્રી

1 કપ છોલેલી લીચી, ½ કપ દહીં, ½ કપ દૂધ, 1 ચમચી ખાંડ, થોડા બરફના ટુકડા, 2-3 ટીપાં ગુલાબજળ

લીચી સ્મૂધી રેસીપી

સૌ પ્રથમ છોલી નાખેલી લીચીનો મુખ્ય ભાગ બહાર કાઢો. તેના પલ્પને સારી રીતે મેશ કરો.

લીચી સ્મૂધી રેસીપી

ત્યારબાદ લીચીનો પલ્પ, દહીં, ખાંડ, ગુલાબજળ, બરફના ટુકડાને મિક્સર જારમાં નાખો અને તેને સારી રીતે મિક્સ કરો.

લીચી સ્મૂધી રેસીપી

તેને મિક્સરમાં ત્યાં સુધી ચલાવવું પડશે જ્યાં સુધી તે એક સરસ સ્મૂધ પેસ્ટ ન બને. ત્યારબાદ તેને એક ગ્લાસમાં રેડો, સમારેલી લીચીથી સજાવો અને પીરસો

મશીન વગર કાફે જેવી ડાલગોના કોફી, માત્ર 3 વસ્તુની જરૂર પડશે