3 શિંગ સરગવો, 1/2 કપ પીળી મગની દાળ, આના મુખ્ય ઘટકો, સરગવો અને મગની દાળ, 3-4 કળી લસણ, 1 મોટી સમારેલી ડુંગળી
3 મધ્યમ કદના ટામેટાં, 1 કપ પાણી, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી બટર, 1 ચમચી જીરું, થોડું કાળા મરીનો પાઉડર, થોડા ચીલી ફ્લેક્સ અને લીંબુનો રસ
3 સરગવાની શિંગ લો, તેની છાલ કાઢીને નાના ટુકડા કરી લો, એક પ્રેશર કૂકરમાં, 1/2 કપ પીળી મગની દાળ લો (જેને 2 કલાક પલાળેલી હોય).
તેમાં લસણની થોડી કળીઓ, 1 મોટો કાંદો (ડુંગળી) સમારેલો, 3 મધ્યમ કદના ટામેટાં અને સમારેલો સરગવો ઉમેરો, તેમાં સ્વાદ મુજબ મીઠું અને 1 કપ પાણી નાખો.
ઢાંકણું બંધ કરીને, મીડીયમ ગેસ પર ૩ સીટી વાગે ત્યાં સુધી પકાવો, કૂકર ઠંડું પડે પછી, ઢાંકણું ખોલીને સૂપને બ્લેન્ડ કરી લો. (બને ત્યાં સુધી હેન્ડ બ્લેન્ડર વાપરજો, કારણ કે બફાયા પછી સરગવો રેસાવાળો થઈ જશે.)
હવે સૂપને ગાળી લો, હવે એક કડાઈમાં 2 ચમચી બટર લો, તે ઓગળે એટલે તેમાં 1ચમચી જીરું અને થોડા વાટેલા કાળા મરી નાખો.
જીરું તતડવા માંડે એટલે, તેમાં ગાળેલો સૂપ ઉમેરો, સૂપમાં એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો અને છેલ્લે તેમાં થોડા ચીલી ફ્લેક્સ અને લીંબુનો રસ ઉમેરો.