મેગી મોટાભાગના લોકોને બહુ ભાવે છે. જોકે તમે ક્યારેય મેગીના ભજીયા ખાધા છે.
અમે અહીં મેગીના ભજીયા બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. જેનો તમને લારી જેવો ક્રિસ્પી ટેસ્ટ આવશે.
મેગીનું પેકેટ , સમારેલી ડુંગળી, સમારેલી કોબી, ધાણા, કેપ્સીકમ, ઘઉંનો રવો, ચણાનો લોટ, તેલ, મીઠું, લાલ મરચું પાઉડર.
સૌ પ્રથમ પાણીને ગરમ કરી પાણી ઉકળે એટલે તેમાં મેગીના પેકેટમાંથી મેગી નાખી મસાલો ઉમેરો. આ રીતે પહેલા મેગી તૈયાર કરી લો.
મેગીનું પાણી બળે અને થોડી ઘટ્ટ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી, કેપ્સીકમ, કોબી અને ધાણા ઉમેરો. ત્યારબાદ ઉપરથી મીઠું અને લાલ મરચાનો પાઉડર ઉમેરો.
બરાબર મિક્સ થઈ ગયા બાદ મેગીને ગેસ પરથી ઉતારી લો. આ પછી મેગીના મિશ્રણમાં ઘઉંનો રવો, ચણાનો લોટ અને પાણી ઉમેરો. હવે આ મિશ્રણને બરોબર મિક્સ કરી લો.
આ પછી એક કડાઈમાં ભજીયા તળવા માટે તેલ કાઢી તેને ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં મેગીના સ્ટફિંગમાંથી નાાના નાના બોલ તૈયાર કરી લો.
જેને તેલમાં નાખો અને તે ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળી લો. પછી તેને ઝારા વડે એક ડીશમાં કાઢી લો.
આ રીતે તમારા ટેસ્ટી અને ક્રિસ્પી મેગીના ભજીયા તૈયાર થઇ જશે. તેને ચટણી, કઢી કે સોસ સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.