Oct 03, 2025

મેગી મસાલા રેસીપી, એક અલગ જ ચટાકેદાર સ્વાદ આવશે

Ashish Goyal

મેગી

મેગીનું નામ પડતા જ બાળકો ખુશ થઇ જાય છે. બાળકોને મેગી ઘણી ભાવે છે.

Source: social-media

મેગી રેસીપી

તેમાં પણ બહારની લારીની મેગી ટેસ્ટી બને છે. આવી જ બહાર જેવી વધારેલી મેગી મસાલા બનાવવાની રીત અહીં જણાવી રહ્યા છીએ.

Source: social-media

મેગી મસાલા સામગ્રી

મેગી, મેગ ટેસ્ટમેકર, ડુંગળી, ટામેટું, કેપ્સિકમ, ગાજર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર, લીલા વટાણા, લીલા ધાણા, લાલ મરચું પાઉડર, મીઠું, તેલ, પાણી.

Source: social-media

મેગી મસાલા બનાવવાની રીત, સ્ટેપ 1

મેગી મસાલા બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ડુંગળી ઉમેરો અને થોડીવાર સાંતળો.

Source: social-media

સ્ટેપ 2

આ પછી વટાણા અને ગાજરના ટુકડા ઉમેરી દો. બે મિનિટ માટે મીડિયમ ફ્લે પર સાંતળો. એટલે વટાણા સોફ્ટ થઇ જશે.

Source: social-media

સ્ટેપ 3

ત્યારબાદ બારીક સમારેલું કેપ્સિકમ અને ટામેટું ઉમેરો અને બધા સાથે સારી રીતે મિક્સ કરો. ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો.

Source: social-media

સ્ટેપ 4

આ પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉંમેરો. ત્યારબાદ પાણી ઉમેરો અને મિક્સ કરો.

Source: social-media

સ્ટેપ 5

પાણી ઉકળવા લાગે એટલે ટેસ્ટ મેકર (મેગી મસાલો) ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ પછી થોડીવાર ઢાંકીને રાખીશું.

Source: social-media

સ્ટેપ 6

આ પછી તેમાં મેગી ઉમેરો અને એક થી બે મિનિટ ઢાંકી દો અને ચડવા દો. ત્યારબાદ તેને સારી રીતે હલાવો અને ફરી બે મિનિટ પકવા દો.

Source: social-media

મેગી મસાલા તૈયાર

આ સાથે તમારી બહાર લારી જેવી ટેસ્ટી મસાલા મેગી તૈયાર થઇ જશે. તમે ઉપર લીલા ધાણા પણ નાખી શકો છો.

Source: social-media

Source: social-media