લારી પર મળે તેવી ટેસ્ટી વઘારેલી મેગી મસાલા રેસીપી, વરસાદમાં મજા આવશે

Jun 17, 2025, 08:35 PM

વરસાદમાં મેગી

વરસાદની સિઝન શરુ થઇ ગઇ છે. વરસાદ વરસતો હોય ત્યારે મેગી ખાવાની ઘણી મજા આવે છે.

મેગી મસાલા

તેમાં પણ બહારની લારીની મેગી ટેસ્ટી બને છે. આવી જ બહાર જેવી વધારેલી મેગી મસાલા બનાવાવની રીત અહીં જણાવી રહ્યા છીએ.

મેગી મસાલા સામગ્રી

મેગી, મેગ ટેસ્ટમેકર, ડુંગળી, ટામેટું, કેપ્સિકમ, ગાજર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર, લીલા વટાણા, લીલા ધાણા, લાલ મરચું પાઉડર, મીઠું, તેલ, પાણી.

મેગી મસાલા બનાવવાની રીત

મેગી મસાલા બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ડુંગળી ઉમેરો અને થોડીવાર સાંતળો.

સ્ટેપ 2

આ પછી વટાણા અને ગાજરના ટુકડા ઉમેરી દો. બે મિનિટ માટે મીડિયમ ફ્લે પર સાંતળો. એટલે વટાણા સોફ્ટ થઇ જશે.

સ્ટેપ 3

ત્યારબાદ બારીક સમારેલું કેપ્સિકમ અને ટામેટું ઉમેરો અને બધા સાથે સારી રીતે મિક્સ કરો. ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો.

સ્ટેપ 4

આ પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉંમેરો. ત્યારબાદ પાણી ઉમેરો અને મિક્સ કરો.

સ્ટેપ 5

પાણી ઉકળવા લાગે એટલે ટેસ્ટ મેકર (મેગી મસાલો) ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ પછી થોડીવાર ઢાંકીને રાખીશું.

સ્ટેપ 6

આ પછી તેમાં મેગી ઉમેરો અને એક થી બે મિનિટ ઢાંકી દો અને ચડવા દો. ત્યારબાદ તેને સારી રીતે હલાવો અને ફરી બે મિનિટ પકવા દો.

મસાલા મેગી તૈયાર

આ સાથે તમારી બહાર લારી જેવી ટેસ્ટી મસાલા મેગી તૈયાર થઇ જશે. તમે ઉપર લીલા ધાણા પણ નાખી શકો છો.