વરસાદની સિઝન હવે શરુ થઇ ગઇ છે. આ સિઝનમાં તીખું અને ટેસ્ટી ખાવાની મોજ પડી જાય છે.
તમે વરસાદમાં દાળવડા, ભજીયા તો ખાધા હશે પણ મેગી પકોડા ખાધા નહીં હોય. અમે મેગી પકોડા બનાવવાની રીત જણાવી રહ્યા છીએ.
મેગી નૂડલ્સનું પેકેટ, મેગી ટેસ્ટ મેકર, તેલ, ચણાનો લોટ, ચોખાનો લોટ, સમારેલું ગાજર, સમારેલું કેપ્સિકમ, સમારેલી ડુંગળી, સમારેલી કોબી, મીઠું સ્વાદ, લાલ મરચું પાઉડર, હીંગ, ધાણાજીરું, હળદર, પાણી.
સૌ પ્રથમ એક પેનમાં પાણી લઇ મેગી નૂડલ્સ અને ટેસ્ટ મેકર એડ કરવું. મેગી કૂક કરી લેવી અને પછી ઠંડી થવા દેવી.
આ દરમિયાન કોબી, ગાજર, કેપ્સિકમ અને ડુંગળી ઝીણી સમારી લેવી. આદુ-મરચાં-લસણની પેસ્ટ કરી લેવી.
હવે ઠંડી થયેલી મેગીમાં સમારેલા બધા વેજીટેબલ્સ, આદુ-મરચાં-લસણની પેસ્ટ, મીઠું, મરચું, ધાણાજીરું, હળદર, હિંગ એડ કરવી અને મિક્સ કરવું.
ત્યારબાદ તેમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ એડ કરી મિક્સ કરવું. જરૂર મુજબ પાણી એડ કરી ભજીયા પાડી શકાય એવું બેટર તૈયાર કરવું.
એક કડાઈમાં તેલ ગરમ કરી હાથથી પકોડા પાડવા. મીડિયમ પર ગોલ્ડન રંગના અને ઉપરનું પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા.
આ રીતે તમારા ટેસ્ટી અને ક્રિસ્પી મેગીના પકોડા તૈયાર થઇ જશે. આ પકોડાને ટોમેટો સોસ , કઢી, ડુંગળી કે ચા સાથે સર્વ કરી શકો છો.