1 સમારેલી ડુંગળી, 3 ચમચી સમારેલા કેપ્સીકમ, 1 ટીસ્પૂન લીલા મરચાં, ફ્રેશ કોથમીર, ½ ટીસ્પૂન જીરા પાવડર, ½ ટીસ્પૂન ધાણા પાવડર, ½ ટીસ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1 પાઉચ મેગી મસાલા સ્વાદ માટે, પાતળી કોર્નફ્લો સ્લરી
સૌ પ્રથમ એક પાત્રમાં મેગી નાખીને તેને ગેસ પર મુકો, પાણી નાખીને બાફી લો. બફાઈ જાય એટલે મોટા બાઉલમાં કાઢો.
એમાં સમારેલ ડુંગળી, સમારેલા કેપ્સીકમ, લીલા મરચાં, ફ્રેશ કોથમીર, જીરા પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર મેગી મસાલા નાખી બરોબર મિક્ષ કરો.
મેગીને કોર્નફ્લોર સ્લરીમાં ડીપ કરી તેને કાચી મેગીથી કોટ કરી લો, આમ બધા મેગી બોલને કાચી મેગીથી કોટ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને બધા મેગી બોલને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો. થઇ જાય એટલે બધા મેગી પકોડાને એક ડીશના સર્વ કરીને ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરો.