Feb 18, 2025
મહાશિવરાત્રી હિંદુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. આ વર્ષે મહા શિવરાત્રી 26 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે.
આ દિવસે ભગવાન શિવના મંદિરોમાં અને અનેક સ્થાનો પર ઠંડાઇનો પ્રસાદ આપવામાં આવે છે.
આવી સ્થિતિમાં જો તમે પણ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનો પ્રસાદ ઠંડાઇ બનાવવા માંગો છો તો અહીં ભાંગ વગરની ઠંડાઇની સરળ રેસીપી જણાવી રહ્યા છીએ.
દૂધ, બદામ, કાજુ, પિસ્તા, કેસર, વરિયાળી, ખસખસ, કાળા મરી, લીલી એલાયચી, ગુલાબની પાંખડીઓ, ગુલાબજળ, ખાંડ, પાણી
સૌ પ્રથમ બદામને 10 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળીને રાખો. પલાળ્યા બાદ બદામની છાલ કાઢી લો.
બીજા બાઉલમાં કાજુ, પિસ્તા અને ખસખસને 10 મિનિટ માટે પલાળી રાખો. આ પછી બધુ મિક્સર જારમાં નાખો અને તેને થોડા દૂધ સાથે પીસીને સ્મૂધ પેસ્ટ બનાવો. થોડા દૂધમાં કેસર ઉમેરો.
લીલી ઈલાયચી, કાળા મરી અને સૂકા ગુલાબની પાંખડીઓને બારીક પીસી લો.
હવે દૂધને ઉકાળો અને તેમાં ખાંડ નાખીને બરાબર હલાવો. જેથી ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય. તેમાં કેસરનું દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
દૂધમાં પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. 2-3 મિનિટ માટે ધીમી આંચ પર પકાવો. દૂધમાં પીસેલા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
આ રીતે ઠંડાઇ તૈયાર થઇ જશે. તે ભગવાનને અર્પણ કરો અને બીજાને પણ પ્રસાદ તરીકે આપી શકો છો.