મહા શિવરાત્રી માટે શક્કરિયા બટાટાનું ટેસ્ટી ફરાળી શાક, આવી રીતે બનાવો

Feb 24, 2025, 08:24 PM

મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીને બુધવારના દિવસે ઉજવવામાં આવશે.

મહાશિવરાત્રીના દિવસે ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. જેથી તેઓ ફરાળી વાનગીઓ ખાય છે.

આ દરમિયાન અમે શક્કરિયા બટાટાના ટેસ્ટી ફરાળી શાકની રેસીપી જણાવી રહ્યા છીએ. જે ઉપવાસમાં ખાઇ શકાય છે.

શક્કરિયા બટાટા શાકની સામગ્રી

શક્કરિયા, બટાકા, લીલા મરચા, આદુ, શીંગદાણા, મીઠો લીમડો, જીરુ, સિંધાલુણ મીઠું, તલ

શક્કરિયા બટાટાનું શાક બનાવવાની રીત

શક્કરિયા અને બટાકા લેવા. બન્નેની છાલ ઉતારીને પાણીથી ધોઇ નાખવા અને પછી તેના નાના-નાના કટકા કરી લેવા. તમે બાફીને પણ કરી શકો છો.

મસાલો બનાવવા માટે લીલા મરચા, આદુ અને શીંગદાણાને મિક્સરમાં પીસી લેવા.

આ પછી એક કડાઇમાં તેલ ગરમ કરવું. તેમાં તેમા જીરુ અને મીઠો લીમડો નાખવો. આ પછી તેમાં શક્કરિયા અને બટાકાના કટકા નાખવા. બધાને સારી રીતે મિક્સ કરી લેવા.

થોડીવાર પછી બટાકા અને શક્કરિયા બ્રાઉન થઇ જાય રંધાઇ ગયા પછી તૈયાર કરેલો મસાલો નાખી દો. તેને સારી રીતે મિક્સ કરી લેવા.

પછી ગેસ બંધ કરી શાક ઉપર તલ નાખીને સર્વ કરવા માટે તૈયાર થઇ જશે. તમે તેને ફરાળમાં ખાઇ શકો છો.