મહાશિવરાત્રી આવી રહી છે, આ રીતે બનાવો શક્કરિયાનો શીરો

Feb 12, 2025, 08:00 PM

મહાશિવરાત્રીને હવે થોડા દિવસોની જ વાર છે અને આ દિવસે લોકો ઉપવાસ કરે છે.

ઉપવાસમાં લોકો શક્કરિયાનો શીરો ખાય છે. તમને આ શીરાની રેસીપી જણાવી રહ્યા છીએ.

શક્કરિયાનો શીરો સામગ્રી

શક્કરિયા, ઘી, દૂધ, ખાંડ, કાજૂ, બદામ, ઇલાયચી પાઉડર

શક્કરિયાનો શીરો બનાવવાની રીત

સૌ પ્રથમ શક્કરિયાને બાફી નાખવા. આ પછી તેની છાલ ઉતારી માવાની જેમ ભુક્કો કરી લેવો.

એક કડાઇમાં ઘી લઈ શક્કરિયાનો માવો અંદર નાખવો અને તેને થોડીવાર માટે શેકવો. આ પછી તેમાં દૂધ ઉમેરવું. દૂધ એકદમ માવામાં મિક્સ થઇ જાય ત્યાં સુધી હલાવતા રહેવું.

આ પછી તેમાં ખાંડ નાખવી અને ખાંડ બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવું. આ પછી તેની ઉપર થોડો ઇલાયચી પાઉડર નાખવો.

ગેસ બંધ કરી દેવો. આ પછી તેના પર કાજુ બદામની કતરણ નાખી શકો છો.

ત્યારબાદ તેને એક થાળીમાં લઇ શકો છો. તમે તને શિવરાત્રીના ઉપવાસમાં ખાઇ શકો છો. તેની સાથે બટાકાની ભાજી પણ થાઇ શકો છો.