મહારાષ્ટ્રની પુરણ પોળી, વડાપાઉ, મીસલ પાઉ સહિત ઘણી વાનગીઓ પ્રખ્યાત છે. અહી મહારાષ્ટ્રની એક પરંપરાગત વાનગી પનીર ઠેચા બનાવવાની રેસીપી આપી છે. જે સરળતાથી બની જાય છે.
પનીર, ડુંગળી, લીલા મરચાં, લસણ, નારિયેળ, જીરું, સફેદ તલ, સીંગદાણા, લીલા ધાણા, તેલ, હળદર પાઉડર, મીઠું અને કાળા મરી
પનીર ઠેચા બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી જીરું અને લસણ, સફેદ તલ, અને લીલા મરચાં સાંતળો.
ત્યાર પછી સૂકું નારિયેળ, સીંગદાણા અને લીલા ધાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી સંપૂર્ણપણે પાકી જાય ત્યાં સુધી તેને પાકવા દો.
આ મસાલાને ઠંડો થયા બાદ તેને મસાલા પીસવાના પથ્થર પર લસોટી લો. જો પથ્થર ન હોય તો મિક્સર જારમાં દાણાદાળ પીસી લો. મસાલો ક્રિમ જેવી પેસ્ટ કે બારીક પાઉડર જેવો ન થાય તેનું ધ્યાન રાખો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી બ્રાઉન રંગની સાંતળો. ત્યાર પછી તેમા ઠેચા માટે તૈયાર કરેલો મસાલો ઉમેરી, હળદર અને કાળા મરી પાઉડર, સ્વાદ અનુસાર મીઠું અને સહેજ પાણી નાંખી પકવવા દો.
મસાલા માંથી તેલ છુટું પડવા લાગે ત્યારે પનીરના ટુકડા ઉમેરો. ઉપરાંત પનીર છીણીને પણ ઉમેરી શકાય છે.
છેલ્લે લીંબુનો રસ અને લીલા કોથમીર વડે ગાર્નિશ કરી ગરમાગરમ રોટલી સાથે સર્વ કરો.