ઉનાળોમાં કાકડીને અલગ અલગ રીતે ખાવામાં આવ છે. કાકડીનું શાક પણ આપણે મોટા ભાગે ખાધું જ હશે.
પરંતુ શું તમે મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં બનેલું કાકડીનું શાક ખાધું છે. આ શાક સ્વાદમાં જોરદાર હોય છે.
મહારાષ્ટ્રીયન સ્ટાઈલ કાકડીનું શાક બનાવવું પણ એકદમ સરળ છે તો ચાલું નોંધી લો રેસીપી
કાકડી, બેશન, હિંગ, જીરુ, રાઈ, તેલ, મીઠા લીમડાના પાન, મીઠું, મરચું, હળદર, લસણ, લીલું મરચું, સુકું મરચું.
મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં કાકડીનું શાક બનાવવા માટે જરૂર પ્રમાણે કાકડીને ઝીણી લેવાની. ત્યાર બાદ એક પેનમાં તેલ લઈને ગરમ થવા દો.
તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, જીરુ નાંખી ફૂટવા દો. ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચા અને એક સુકું મરચું તોડીને નાંખો.
ઉપરથી ઝીણું સમારેલું લસણ પણ ઉમેરવું.હવે હીંગ, મીઠા લીમડાના પાન, સ્વાદ પ્રમાણે હળદર, મરચું પાઉડર નાંખો.બધું સારી રીતે પકાવી દો.
ત્યારબાદ ઝીણેલી કાકડી ઉમેરીને શેકાવા દો. સ્વાદ પ્રમાણે મીઠું નાંખો અને ધીમે ધીમે જરૂર પ્રમાણે બેશન ઉમેરતા રહો.અને સારી રીતે પાકવા દો.
આમ સરળ રીતે ઝડપટ તૈયાર થઈ જશે મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં કાકડીનું શાક