મહાશિવરાત્રીને હવે થોડા દિવસોની જ વાર છે. 26 ફેબ્રુઆરીના રોજ આ તહેવાર આવશે.
મહાશિવરાત્રીના દિવસે ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે અને તે ફક્ત ફરાળ કરતા હોય છે.
અહીં ઉપવાસમાં ખવાતી મસાલાવાળી રાજગરાની ફરાળી પુરી બનાવવી રીત જણાવી રહ્યા છીએ. જે ઉપવાસમાં પણ ખાઇ શકાય છે.
રાજગરા નો લોટ, જીરૂ, હળદર, લાલ મરચું પાઉડર, લીલાં ધાણા સમારેલા, મરી પાઉડર, તેલ, મીઠું.
મસાલાવાળી રાજગરાની ફરાળી પુરી બનાવવા માટે કથરોટમાં રાજગરા નો લોટ લો.
લોટમાં જીરૂ, હળદર, લાલ મરચું પાઉડર, લીલાં ધાણા સમારેલા, મરી પાઉડર, મીઠું અને જરૂર મુજબ પાણી નાખી પૂરી નો લોટ બાંધી લો. લોટ માંથી લુવા કરી પુરી વણી લો.
હવે ગેસ પર કડાઇમાં તેલ કરો. તેલ ગરમ થાય એટલે તેમા પુરી નાખીને તળી લો. બંને બાજુ ગુલાબી પાંદડી પડે એટલે ઉતારી લો.
આ રીતે રાજગરાની સ્વાદિષ્ટ અને ટેસ્ટી મસાલા પુરી તૈયાર થઇ જશે. આ પુરીને તમે બટકાની સૂકી ભાજી કે શિખંડ સાથે ખાઇ શકો છો.