ચોમાસામાં મકાઈ ખાવાની મજા પડી જાય છે. મકાઈને શેકીને કે બાફીને ખાવાની મજા પડે છે. ત્યારે મકાઈમાં અલગ અલગ વાનગીઓ પણ બનાવીને ખવાતી હોય છે.
ચોમાસામાં ભાત કે રોટી સાથે ખાવા માટે મકાઈની અલગ જ પ્રકારની દાળ બનાવી શકાય. આ દાળને બનાવવી એકદમ સરળ છે.
મકાઈ, આદુનો ટુકડો, લીલા મરચા,જીરું, મીઠા લીમડાના પાન, મીઠું, હીંગ, રાઈ, ડુંગળી, ધાણાજીરું પાઉડર, હળદર પાઉડર, લીલા ધાણા અને લીંબુ.
સૌ પહેલા મકાઈના બે ડોડા લઈને તેને ખમણી વડે ખમણી નાંખો અને મીક્સર જારમાં લઈને તેમાં આદુનો ટુકડો અને મરચાં નાંખીને પેસ્ટ તૈયાર કરો.
દાળ બનાવવા માટે એક કઢાઈમાં બે ચમચી તેલ લઈને તેમાં જીરું અને મીઠો લીમડો નાંખીનો, ત્યારબાદ તેમાં ઝીણાં સમારેલા કાંદા ઉમેરીને સારી રીતે સાંતળો.
હવે કઢાઈમાં મકાઈની પેસ્ટ ઉમેરીશું, ત્યારબાદ ધાણાજીરું પાઉડર, હળદર પાઉડર, હીંગ, લાલ મરચું, અને લીલા ધાણાં અને સ્વાદ પ્રમાણે લીંબુ નાંખીશું.
દાળ કેટલી પતલી રાખવી છે એ પ્રમાણે પાણી ઉમેરવું અને તેમાં કાપેલી લીલા ધાણાં નાંખીને ઢાંકીને 10-12 મીનિટ ચડવા દો. આમ તૈયાર થઈ જશે તમારી મકાઈ દાળ.