લીલી મકાઈનું ખીચું, ચોમાસામાં ટેસ્ટ સાથે હેલ્થ માટે બેસ્ટ વાનગી

Jun 24, 2025, 11:40 AM

મકાઈ ખીચું રેસીપી

ચોમાસામાં ચટપટી ચીજો ખાવાની ઇચ્છા થાય છે. જો કે ટેસ્ટ સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમને ઓછા મસાલા અને તેલ વાળી ચીજ ખાવી ગમે છે તો લીલી મકાઈનું ખીચું ટ્રાય કરી શકાય છે.

મકાઈ ખીચું બનાવવા માટે સામગ્રી

લીલી મકાઈ, લીલા મરચા કે કેપ્સીકમ, લીલા ધાણા, તેલ કે બટર, મીઠું, લીબુંનો રસ, મીઠા લીમડાના પાન, ચાટ મસાલો, હીંગ

લીલી મકાઈ છીણો

સૌથી પહેલા લીલી મકાઈને ખમણી પર છીણી લો.

તેલ ગરમ કરો

ગેસ ચાલુ કરી એક કડાઇમાં તેલ કે બટર ગરમ કરો

તડકો લગાવો

તેમા હીંગ અને મીઠા લીમડાનો તડકો લગાવો, ત્યાર પછી ઝીણા સમારેલા લીલા મરચા કે કેપ્સીકમ સાંતળી લો

મકાઈની છીણ ઉમેરો

કડાઇમાં છીણેલી મકાઈ કડાઈમાં પકવવા દો, મકાઈનું બધું પાણી શોષાય જ્યાં ત્યાં સુધી ધીમા તાપે પકવો. મકાઈ ખીચું દાઝે નહીં તેનું ધ્યાન રાખો

મસાલો ઉમેરો

હવે મકાઇ ખીચુંમાં ચાટ મસાલો, મીઠું ઉમેરી બધી સામગ્રી મિક્સ કરી કડાઇ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ફરી પકવવા દો.

લીંબુનો રસ ઉમેરો

એક બાઉલમાં મકાઈ ખીચું કાઢી તેમા લીંબુનો રસ નીચોવી લીલા ધાણા અને નાયલોન મોળી સેવ ભભરાવી સર્વ કરો.

મકાઈ ખીચું તૈયાર

સાંજના નાસ્તા હેલ્ધી નાસ્તો કે કે રાતના ડિનરમાં હળવું ભોજન કરવાની ઇચ્છા હોય ત્યારે મકાઈ ખીચું ટ્રાય કરી શકાય છે.