Aloo Paratha :  સંજીવ કપૂરની રેસીપી વડે તમારા આલૂ પરાઠાને બનાવો સ્વાસ્થ્યપ્રદ

Feb 23, 2023

shivani chauhan

Aloo Paratha :  સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર વારંવાર સોશિયલ મીડિયા પર તેમના followers ને ગમતી ફૂડ આઇટમ શેર કરવા કહે છે જે તેઓ ઈચ્છે છે કે તે વધુ સ્વાસ્થ્યપ્રદ હોય.

Aloo Paratha :  આલૂ પરાઠા ઘણા લોકો માટે પ્રિય છે. પરંતુ તેનો ગિલ્ટ ફ્રી સ્વાદ માણવો હોય તો, અહીં હેલ્થી આલૂ પરાઠાની રિસિપી શેયર કરી છે.

સામગ્રી 2 મધ્યમ બટાકા, બાફેલા, છોલી અને છીણેલા 1 મોટું શક્કરિયા, બાફેલું, છોલી અને છીણેલું 1 અને 1/2 કપ આખા ઘઉંનો લોટ + ડસ્ટિંગ માટે 2 ચમચી ઘઉંની થૂલી સ્વાદ માટે મીઠું 1 ચમચી તેલ

સામગ્રી 2 ચમચી ઝીણી સમારેલી તાજા કોથમીર 2 લીલા મરચાં, બારીક સમારેલા 1/2 ચમચી ગરમ મસાલા પાવડર 1/2 ઈંચ આદુ ઝીણું સમારેલું 1/2 ચમચી લાલ મરચું પાવડર 2 ચમચી ઘી પીરસવા માટે ઠંડું દહીં

મેથડ 

ઘઉંનો લોટ, ઘઉંની થૂલીમાં મીઠું મિક્સ કરો. એક બાઉલમાં પૂરતું પાણી, તેલ નાખીને નરમ લોટ બાંધો. ભીના મલમલના કપડાથી ઢાંકીને 10 મિનિટ માટે બાજુ પર રાખો.

મેથડ 

એક બાઉલમાં બટેટા, શક્કરિયા, ઝીણી સમારેલી કોથમીર, લીલા મરચાં, ગરમ મસાલા પાવડર, મીઠું, ઝીણું સમારેલું આદું, લાલ મરચું પાવડરને એકસાથે ભેગું કરી સારી રીતે મિક્સ કરો.

મેથડ 

કણકને સમાન ભાગોમાં વહેંચો, બોલમાં રોલ કરો અને મધ્યમાં ખાડો બનાવો. બટેટા-શક્કરીયાના મિશ્રણનો તેમાં ફીલ કરો. કિનારીઓને એકસાથે લાવો અને યોગ્ય રીતે સીલ કરો.તેને વણી લો હવે થોડો લોટ ઉપર નાખો. 

મેથડ 

નોનસ્ટિક તવાને ગરમ કરો, અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન દેખાય ત્યાં સુધી થવાદો. દરેક પરોંઠાની બંને બાજુએ ઘી નાંખો અને એક મિનિટ સુધી થવા દો.

ઠંડું દહીં સાથે ગરમા-ગરમ સર્વ કરો.