Jul 22, 2025
શ્રાવણ મહિનો શરુ થવાની તૈયારી છે. જેમાં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે.
ઉપવાસ માટે તમે અલગ પ્રકારે મખાના બરફી રેસીપી ટ્રાય કરી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
મખાના, ઘી, દૂધ, ખાંડ, એલાઇચી પાવડર, બારીક સમારેલા કાજુ, બદામ, પિસ્તા, ચાંદીનો વરખ.
મખાના બરફી બનાવવા માટે સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા પેનમાં થોડું ઘી નાખો અને મખાનાને ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
જ્યારે મખાના શેકેલા અને ક્રિસ્પી થઈ જાય પછી તેને ઠંડા થવાદો અને પછી મિક્સરમાં બરછટ પીસી લો.
હવે એક પેનમાં થોડું ઘી ગરમ કરો અને તેમાં પીસેલા મખાના ઉમેરીને થોડા શેકીલો અને પછી દૂધ ઉમેરો અને ધીમા તાપે હલાવતા રહો.
જ્યારે દૂધ થોડું સુકાઈ જાય અને મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યારે પેનમાં ખાંડ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.
આ પછી પેનમાં એલાઇચી પાવડર અને બારીક સમારેલા કાજુ, બદામ, પિસ્તા ઉમેરો અને મિશ્રણ પેનને છોડે નહીં ત્યાં સુધી હલાવતા રહો.
હવે એક પ્લેટ પર ઘી લગાવો અને તેમાં તૈયાર કરેલું મિશ્રણ રેડો અને તેને સરખી રીતે ફેલાવી દો. મિશ્રણ પર ડ્રાયફ્રૂટ્સ અને ચાંદીનો વરખ મૂકો.
જ્યારે મિશ્રણ સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય ત્યારે તેને ચોરસ આકારમાં કાપી લો. તમારી સ્વાદિષ્ટ મખાના બરફી ખાવા માટે તૈયાર છે.