મખાનાને સ્વાદ અને આરોગ્યનો ખજાનો કહેવાય છે. કારણ કે મખાનાને ડાયટમાં ઘણી રીતે સામેલ કરી શકાય છે. અહીં જાણો હાડકાંને મજબૂત બનાવવા માટે મખાનાને ડાયટમાં કેવી રીતે સામેલ કરી શકાય.
મખાનામાં પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, ઝિંક, ફાઈબર, કેલ્શિયમ, વિટામિન સી જેવા અનેક પોષક તત્વો મળી આવે છે, જે શરીરને અનેક પ્રકારની સમસ્યાઓથી બચાવવામાં મદદરૂપ થાય છે.
મખાનાને ઘીમાં શેકીને ખાવાથી હાડકાં મજબૂત થાય છે. તમે નાસ્તાના સમયે શેકેલા મખાના પણ ખાઈ શકો છો.
દૂધને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જે લોકોના હાડકા નબળા હોય તેમણે દૂધમાં પલાળી મખાનાનું સેવન કરવું જોઈએ. તમારે રાત્રે મખાનાને દૂધમાં ઉકાળીને બીજા દિવસે સવારે આ દૂધનું સેવન કરવું.
મખાના માત્ર હાડકાંને મજબૂત કરવા માટે જ નહીં પરંતુ વજન ઘટાડવા માટે પણ જાણીતું છે. મખાનાનું દૈનિક સેવન ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે.
તેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે. આટલું જ નહીં, તેમાં રહેલા ગુણો પાચનક્રિયા અને એનિમિયાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે. મખાનાનું સેવન બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે.