મખાના ખીર રેસીપી, શ્રાવણના ઉપવાસમાં પણ ખવાશે

Jul 26, 2025, 10:55 PM

શ્રાવણમાં ઉપવાસ

શ્રાવણ મહિનો શરુ થઇ ગયો છે અને આ પવિત્ર મહિનામાં લોકો ઉપસાસ કરે છે. જેમાં ફરાળ ખાય છે.

મખાના ખીર રેસીપી

તમે ઉપવાસમાં મખાના ખીર બનાવી શકો છો. તે ફાઇબર અને પ્રોટીનનું મિશ્રણ છે. તેની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.

મખાના ખીર રેસીપી સામગ્રી

મખાના, ખાંડ, ઘી, કેસર, દૂધ, એલાઇચી, કાજુ, બદામ, કિસમિસ.

મખાના ખીર બનાવવાની રીત

મખાના ખીર બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઇમાં ઘી નાખીને મખાના શેકી લેવાના છે.પછી આ મખાનાને પીસી લો

સ્ટેપ 2

ત્યારબાદ એક વાસણમાં દૂધ ઉમેરો અને પછી તેમાં મખાના નાખીને સારી રીતે રાંધો. સારી રીતે મિક્સ કરો રાંધો.

સ્ટેપ 3

હવે એક પેન લો અને તેમાં ઘી ઉમેરો. ઘી નાખ્યા પછી તેમાં ખાંડ નાખીને થોડું પાણી નાખીને સારી રીતે ઓગાળી લો. જેમ ખાંડની ચાસણી બને છે તેવી રીતે.

સ્ટેપ 4

હવે ખીર ઘટ્ટ થઇ જાય એટલે તેમાં આ ખાંડની ચાસણી ઉમેરો. એલાયચીને ક્રશ કરીને પાવડર બનાવો અને પછી ખીરમાં મિક્સ કરો.

સર્વ કરો

સારી રીતે રાંધ્યા પછી તેમાં કેસર નાખો. આ પછી કાજુ, બદામ, કિસમિસ જેવા ડ્રાયફ્રૂટ્સ ઉમેરો અને સર્વ કરો.

મખાના એકદમ હેલ્ધી અને પૌષ્ટીક છે