Jul 30, 2025
રક્ષાબંધનનો તહેવાર ભાઈઓ અને બહેનો માટે ખાસ મહત્વનો દિવસ છે. આજના દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધીને રક્ષા માટે પ્રાર્થના કરે છે.
રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરે છે. જેનાથી બહેન અને ભાઈના સંબંધમાં મીઠાશ આવે છે.
આ રક્ષાબંધન પર બહેનો સોજીમાંથી એકદમ ફટાફટ તૈયાર થતો અલગ પ્રકારનો મખાંડી હલવો ચોક્કસ બનાવો.
એક કપ ઘી, એક કપ ખાંડ, એક કપ ડ્રાયફ્રૂટ્સ બદામ, કાજુ, પીસ્તા, કીસમીસ (પસંદગીના), અડધો કપ દૂધ,ઈલાયચી પાઉડર, એક કપ સોજી
એક બાઉલમાં એક કપ સોજીને ગરમ દૂધમાં પલાળી દો. 15 મીનીટ રેસ્ટ કરવા દો
એક પેનમાં અડધો કપ ઘી લઈને ગરમ કરો અને એક કપ ડ્રાયફ્રૂટ્સ ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી ફ્રાય કરો અને અલગ કપમાં કાઢી દો
આ પેનમાં વધેલા ઘીને ગરમ કરો અને તેમાં એક કપ ખાંડ નાંખો અને સારી રીતે ઓગાળ અને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી પકાવો.
ખાંડ ઓગળી જાય ત્યારે તેમાં અડધો કપ દૂધ નાંખી સારી રીતે હલવો અને મીક્સ થાય પછી તેમાં પલાળેલી સોજી નાંખીને બરોબર લહાલો.
સોજીમાંથી ઘી છૂટે ત્યાં સુધી પકાવો ત્યારબાદ અડધા ડ્રાયફ્રૂટ્સ અને અડધી ચમચી ઈલાયચી પાઉડર નાંખીને થોડીવાર રાંધો. ત્યારબાદ ગેસ બંધ કરો.
પેનમાં તૈયાર થયેલા મખાંડી હલવાને ડિશમાં કાઢીને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરો અને સર્વ કરો.