કુલ્ફી ઉનાળામાં તમામ લોકોને ખાવી ગમે છે. કુલ્ફી વિવિધ ફ્લેવરની બનાવી શકાય છે.
જો તમે ઘરે કુલ્ફી બનાવી રહ્યા છો તો અમુક ટીપ્સ ફોલો કરી બજાર જેવી ટેસ્ટી મલાઇ કુલ્ફી ઘરે બનાવી શકાય છે.
મલાઇ કુલ્ફી બનાવવા દૂધ ઘટ્ટ કરવા માટે ધીમા તાપ પર ઉકાળો. તેનાથી દૂધ રબડી જેવો ઘટ્ટ થશે ટેસ્ટ અને મીઠાશ સારી આવે છે.
ઘરે મલાઇ કુલ્ફી બનાવવા કન્ડેસ્ડ મિલ્ક જરૂરી નથી. જો કે મલાઇદાર કુલ્ફી બનાવવા કન્ડેસ્ડ મિલ્સ વાપરવાથી ઓછા સમયમાં કુલ્ફી ઘટ્ટ બને છે. કન્ડેસ્ડ મિલ્કથી કુલ્ફીમાં ક્રિમી ટેક્સચર અને લાઇટ કારમેલ જેવી મિઠાશ આવે છે.
મલાઇ કુલ્ફી બનાવવા ફ્રેશ એલચી પાઉડર ઉમેરવાથી અદભુત ટેસ્ટ આવે છે. એલચીની સુગંધ અને સ્વાદ મલાઇ કુલ્ફીને વધુ ટેસ્ટી બનાવે છે.
મલાઇ કુલ્ફી જમાવતા પહેલા બધી સામગ્રીને બરાબર મિક્સ કરી સ્મૂધ બનાવો, તેમા કોઇ ગાંગડા ન રહે તેનું ધ્યાન રાખો. તેનાથી કુલ્ફીનું ટેક્સચર એકદમ સોફ્ટ અને ક્રિમી બને છે.
મલાઇ કુલ્ફીની મીઠાશ વધારવા માટે ખાંડના બદલે તમે મધ કે ખજૂર ઉમેરી શકાય છે. આ બંને ચીજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દૂધ ઉકાળો ત્યારે જ ખજૂર ઉમેરી દેવી જોઇએ. તેનાથી ખજૂરનો સ્વાદ દૂધમાં આવી જશે.