2-3 ચમચી તેલ 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, 1 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, 2 ચમચી બારીક સમારેલ લસણ, 2 ઝીણી સમારેલી ડુંગળી, 1/4 ટીસ્પૂન હળદર પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ધાણા પાઉડર, 1 ચમચી ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 2 -3 ટીસ્પૂન ફ્રેશ ક્રીમ, જરૂર મુજબ પાણી, 1/2 ટીસ્પૂન કસૂરી મેથી
સૌ પ્રથમ ડુંગળીને મોટી મોટ સમારી લો. અને એક કડાઈમાં તેલ ગરમ કરો. એમાં રાઈ નાખો.
રાઈ તતડે એટલે એમાં લાલ સૂકા મરચા, એમાં આદુ લસણની પેસ્ટ નાખીને બધું સારી રીતે મિક્ષ કરો.
એમાં ડુંગળી નાખીને બધું મિક્સ કરો, સારી રીતે કુક થઇ એમાં બધા બેઝિક મસાલા નાખો, જેમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, મીઠું નાખીને 10 મિનિટ સુધી કુક થવા દો
ત્યારબાદ એમાં મલાઈ નાખીને જરૂર મુજબ પાણી એડ કરો અને કસ્તુરી મેથી નાખી ફરી ધીમી આંચે થોડી વાર થવા દો.