Oct 20, 2025
માલપુવા એક સ્વાદીષ્ટ રસોઇ છે અને તે ઘણો લોકોની ફેવરિટ પણ છે. તે તહેવારમાં ખાસ બનાવાય છે.
તમે બહાર જેવા માલપુવા ઘરે પણ બનાવી શકો છો. અહીં માલપુવા બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.
ઘઉંનો લોટ, ગોળ, પાણી, વરિયાળી, કાળા મરી, ઈલાયચીનો પાઉડર, ઘી અથવા તેલ, ખસખસ.
સૌપ્રથમ ગોળને પાણીમાં પલાળીને ગોળનું પાણી તૈયાર રાખવું. હવે એક વાસણમાં ઘઉંનો લોટ, ઈલાયચી પાઉડર, મરી અને વરિયાળી ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.
તેમાં ગોળનું પાણી ઉમેરીને બરાબર હલાવી લેવું અને એકરસ મિશ્રણ બનાવી લેવું. આ પછી તેને ઢાંકીને 4 થી 5 કલાક માટે રહેવા દો.
આ પછી તેમાં જરૂર જેટલું પાણી ઉમેરીને જાડી ધાર પાડી શકાય એવું ખીરું બનાવી લેવું. ખીરું પાતળું ના બની જાય એનું ખાસ ધ્યાન રાખવું.
હવે એક સપાટ ફ્રાઇંગ પેનમાં તેલ લઈને મીડીયમ તાપે ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે એક ગોળ ચમચાની મદદથી થોડું ખીરું લઈને વચ્ચે મૂકવું.
આ પછી બંને તરફથી ગોલ્ડન કલરનું તળી લેવું. આ રીતે માલપુઆની કિનારીઓ ક્રિસ્પી અને વચ્ચેથી પોચા બને છે.
આ રીતે બધા માલપુઆ તળીને તૈયાર કરી લેવા અને ઉપર ખસખસ ભભરાવી લેવી.
માલપુવા ને રબડી અથવા દૂધપાક સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.