માલપુવા રેસીપી, ઘરે આવી રીતે બનાવો ટેસ્ટી અને સ્વાદીષ્ટ

May 19, 2025, 08:13 PM

માલપુવા

માલપુવા એક સ્વાદીષ્ટ રસોઇ છે અને તે ઘણો લોકોની ફેવરિટ પણ છે.

માલપુવા રેસીપી

તમે બહાર જેવા માલપુવા ઘરે પણ બનાવી શકો છો. અહીં માલપુવા બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.

માલપુવા સામગ્રી

ઘઉંનો લોટ, ગોળ, પાણી, વરિયાળી, કાળા મરી, ઈલાયચીનો પાઉડર, ઘી અથવા તેલ, ખસખસ

માલપુવા બનાવવાની રીત - સ્ટેપ 1

સૌપ્રથમ ગોળને પાણીમાં પલાળીને ગોળનું પાણી તૈયાર રાખવું. હવે એક વાસણમાં ઘઉંનો લોટ, ઈલાયચી પાઉડર, મરી અને વરિયાળી ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.

સ્ટેપ 2

તેમાં ગોળનું પાણી ઉમેરીને બરાબર હલાવી લેવું અને એકરસ મિશ્રણ બનાવી લેવું. આ પછી તેને ઢાંકીને 4 થી 5 કલાક માટે રહેવા દો.

સ્ટેપ 3

આ પછી તેમાં જરૂર જેટલું પાણી ઉમેરીને જાડી ધાર પાડી શકાય એવું ખીરું બનાવી લેવું. ખીરું પાતળું ના બની જાય એનું ખાસ ધ્યાન રાખવું.

સ્ટેપ 4

હવે એક સપાટ ફ્રાઇંગ પેનમાં તેલ લઈને મીડીયમ તાપે ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે એક ગોળ ચમચાની મદદથી થોડું ખીરું લઈને વચ્ચે મૂકવું.

સ્ટેપ 5

આ પછી બંને તરફથી ગોલ્ડન કલરનું તળી લેવું. આ રીતે માલપુઆની કિનારીઓ ક્રિસ્પી અને વચ્ચેથી પોચા બને છે.

સ્ટેપ 6

આ રીતે બધા માલપુઆ તળીને તૈયાર કરી લેવા અને ઉપર ખસખસ ભભરાવી લેવી.

માલપુવા તૈયાર

માલપુવા ને રબડી અથવા દૂધપાક સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.